________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
વહાણમહી બેસી જાતાં, અર્ધ પંથમાં મરે.
જે કર્યું દેવ૦ ૧ | એક પિતાના પુત્ર બેને, જનની સાથે જાણે, એક નિરક્ષર મૂર્ખ રહે, જ્ઞાનીજ એક ભણે.
! કર્યું૦ ૨ લંબ આંબા કરી લેવા, કોઈક ઝાડે ચડે, આયુષ્ય અવધિ આવી હોય તે, પલકમાંહિ પડે.
_| કર્યું. ૩ છે. થનાર હોય તે થાય છવડા, શીદને ચિન્તા કરે, બુદ્ધિસાગર આત્મધ્યાને, વાંછિત કારજ સરે.
! કર્યું. ૪ | સદ્ગુરૂ ફરમાવે છે કે, અરે ભાગ્યશાલિન, પ્રથમ ચિન્તાઓ થવાના કારણે જરૂર તપાસવા જોઈએ. તે કારએની ખબર હોય નહિ તે તને જણાવવામાં આવે છે. સંસારના સુખ ખાતર, એવા નીચ કાર્યો કર્યા કે, પુનઃ પુનઃ હૈયામાં આઘાત પહોંચાડે એવી ચિતાઓ થઈ. તેથી હલકા, નીચ કામે કદાપિ કરવા નહિ. તેથી હૈયાને બાળી નાંખનાર ચિન્તા થશે નહિ. શુભ કાર્યોમાં હૃદય દાહક ચિન્તાઓ હતી નથી. પણ દાહને શાંત કરનાર વિચારે હોય છે. શુભ કાર્યો એટલે સદાચાર, જે પંચાચાર કહેવાય છે. તેની આરાધનામાં જોડાવું જોઈએ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચારની રીતસર આરાધના
For Private And Personal Use Only