________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૪
-આ મુજબ ફેકે રાખવામાં અમૃત ક્યાંથી મળે? માટે પ્રથમ આઘાત અને પીડાજનક બને તેવા, વચને બોલવામાં ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે. હિતકર વચને વદવામાં અમૃત આવીને વસે છે. સાથે સાથે મનમાં કોઈનું અહિત ચિન્તવવું નહિ. એટલે કાયિક પ્રવૃત્તિઓ શુભ બનશે. પછી સાત ભયના ભણકારા પણ ટળવા માંડશે. એટલે આલેક, પરલેકાદિનો ભય રહેશે નહિ. જેઓએ માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓ અને પ્રવૃત્તિદ્વારા સદાચારની આરાધના કરી છે. તે મહાભાગ્યશાળીઓએ અમૃતરસને આસ્વાદ લીધે છે. અનુભવેલ છે. તેઓને જન્મ, જરા, મરણને ભય પણ રહેતું નથી. અતએ આગળ વધતાં,
ગ્યતા પ્રમાણે આત્માના ગુણેની ઓળખાણ થશે. અને આદર થશે. આમ સગુરૂ ઉપદેશ આપીને, સન્માર્ગે ચઢાવે છે. માટે તેમની સંગતિ કરવામાં આળસ કરે નહિ. હવે એકત્રીશમાં પદમાં જે મનુષ્ય વારેવારે ચિન્તા કરવાથી સંતાપ, દુઃખ ભોગવી રહ્યા છે. તેઓને શીખામણ આપતાં આત્મજ્ઞાની સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાવ્યની રચના કરે છે કે,
અરે જીવ શીદને કલ્પના કરે–એ રાગ) સુખ દુ:ખ ભોગવવા જીવ પડે, કર્યું દેવ ક્ષણમાં આવીને અડે, કનક કોટિ પ્રાપ્ત કરવા, કેઇક દ્વીપ સંચરે,
For Private And Personal Use Only