________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
પડે નહિ. તે માટે ખાસ ખ્યાલ રાખવાની આવશ્યક્તા છે. આ મુજબ સાંભળી, તેમાં આસક્તને ઘણી વિડંબના થએલ હોવાથી, અને થતી હોવાથી, સદ્ગુરૂ પાસે જઈને વિનય પૂર્વક પુછે કે, ખરાબ સંસ્કાર અને વાસના, કેવા પ્રકારે રળે છેતે દર્શાવે. ગુરૂદેવે કહ્યું કે, અમે તે ઉપદેશ આપીયે. તે અનુસાર વર્તન રાખે તો તે જરૂર ખસવા માંડે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય કએ સદ્ગુરૂની ઓળખાણ કરવામાં તમારી આત્મિક તાકાતને દબાવી છે તે ઘાતિક કર્મો વિગેરેને સમ્યગ્રજ્ઞાન મેળવી, દૂર હઠાવવા બરોબર બલ ફેરવવું પડશે જ. તે કર્મો ક્યા કારણથી બંધાએલ છે. અને બંધાય છે. તે કૃપા કરીને કહે, આ મુજબ કર્મોના બંધના હેતુઓને શ્રવણ કરવાની અભિલાષા થઈ. તે પણ, ભાગ્યોદય સમજવો? હવે કર્મબંધના હેતુઓને શાંત ચિત્તે સાંભળ. જ્ઞાનાવરણીય કર્મબંધના કારણે, જ્ઞાન મેળવવાના સાધન તરીકે જે પુસ્તક વિગેરે છે તેનું રક્ષણ કરવું. જેમતેમ રખડતા મૂકવા નહિ. તથા જે સમ્યગજ્ઞાની છે તેનું બુરું ચિત્તવવું નહિ. તેમના ઉપર ઠેષ રાખો. તે જ્ઞાનષ દ્વારા જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તે આઠ પડવાળા પાટાને આંખે બાંધવા જેવું છે. માટે સમ્યગ્રજ્ઞાન અને જ્ઞાની પ્રત્યે પ્રતિકુળતા કદાપિ ધારણ કરવી નહિ. પણ તેમની સંભાળ રાખવા કાળજી રાખવી. તથા સમ્યજ્ઞાનનું નિરૂપણ થતું હોય ત્યારે, પિતાના મનમાં તે તત્ત્વ તરફ, અને ઉપદેશ દાતા પ્રત્યે અને
For Private And Personal Use Only