________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
શા માટે મરવા તૈયાર થએલ છે. મનુષ્યભવ વારે વારે મળ દુર્લભ છે. મનુષ્ય ભવમાં જે સાધી શકાય છે. તે અન્યમાં સાધી શકાતું નથી. મેહમુગ્ધ બની ભ્રમણમાં કયાં પડ્યો છે ! તારા મનમાં એવો વિચાર હતો કે, પર્વત ઉપરથી પડી, મરણ પામું તે, દુઃખથી મુક્ત બનું. અને સુખી થાઉં. પરંતુ આ વિચાર તારે અસત્ય છે. મરણ, આપઘાત કરવાથી કદાપિ કષ્ટ નષ્ટ થતા જ નથી. ઉલ્ટા અધિક પીડાઓ આપે છે. માટે આપઘાતનો વિચાર માંડીવાળી, સંયમની આરાધના કરીશ તે, વિપત્તિ, વેદના, વિલેપાત વિગેરે ખસવા માંડશે. અને આ લેક, પરલેકમાં તને સુખશાતા આવી મળશે. નંદીષેણે આ મુજબ સાંભળી, સ્વ વિગત કહેવા માંડી. અરે ભગવદ્ ? માતપિતા મરણ પામેલ હોવાથી, બાલપણાથી દુઃખને ભેગવતે. અથડાતે, મોટે થયે ત્યારે, મારા મામાએ મને પિતાના ઘરની મજુરી કરવા તેમને ત્યાં રાખે. આ ઘરે હેરઢાંખર ઘણા હતા. પુત્ર પુત્રીને પરિવાર બહોળા પ્રમાણમાં હતું. તેમની સારસંભાળ તથા ગાયનું છાણ દૂર કરવામાં મને જોડવામાં આવ્યું. તેથી મને કાંઈ પણ વ્યાવહારિક જ્ઞાન આપ્યું નહિ. કન્યાની લાલચ આપી, લગભગ દશબાર વર્ષો મહેનત કરાવી. છેવટે કંટાળી, આપઘાત કરે એ વિચાર કર્યો. અને અત્રે આવ્યા. ભાગ્યમે તમારા જેવા ભગવાનને ભેટે થયે. નજરે ચઢ્યો. સદ્દગુરૂએ કહ્યું કે, મરવાની જરૂર નથી. તારું કલ્યાણ થાય તે માર્ગ દર્શાવું. ગુરૂમહારાજ
For Private And Personal Use Only