________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૧
સાધને આપીશ. પછી તું સુખી થઈશ. માટે હમણાં ઘરમાં રહીને સઘળા કામે કર. આવી લાલચ મળવાથી અવિરતપણે ઘરના કામ કરવા લાગ્યા. કન્યાના કેડમાં મહેનત કરી પોતાની કેડ ભાગી નાંખે છે. પણ નંદીષેણું કદરૂપે હોવાથી કઈ પણ કન્યા તેને પસંદ કરતી નથી. ત્યારે તે નિરાશ બને છે. તેને મામે ઉત્સાહ વધારી કહે છે કે, નિરાશ બનીશ નહિ. નિરાશ બનીને ચિન્તાતુર થા નહિ. કોઈ પણ કામમાં ઉતાવળ કરવાથી કામ સધાતું નથી. હું કન્યાઓને સમજાવીશ. આ મુજબ શ્રવણ કરી આશા પાસમાં બંધાએલ તે પુનઃ તનતોડ ઘરનું કામ કરવા લાગ્યા. વિષયિક સુખના અભિલાષીઓ, તે સુખની ભ્રમણામાં એવી મહેનત કરે છે કે, શરીરની પણ તાકાત ગુમાવી બેસે છે. આ ભાઈએ પણ, પાછી કન્યાની આશામાં બે ત્રણ વર્ષો વીતાવી દીધા. પણ સ્વીકાર્ય સાધ્ય થયું નહિ. તેથી ચિન્તાતુર બની વાત કરે છે કે, આ મામે, પોતાના ઘરની વેઠ કરાવવા વારેવારે પ્રેરણું કરે છે. મહેનત કરી મરી જાઉં છું પણ, લેશમાત્ર સુખશાતા મળતી નથી. હું કોઈ પણ કન્યાને ઈષ્ટ નથી. માટે આના કરતાં પર્વતના ઉપર ચઢીને આત્મઘાત કરું. કે જેથી, આવા કચ્છમાંથી મુક્ત બનું. આમ વિચારી છાની રીતે તેના મામાના ઘેરથી નાસી પહાડ ઉપર ચઢ્યો. ત્યાંથી પડવાની તૈયારી કરે છે. તેવામાં, ત્યાં રહેલ આત્મજ્ઞાની મુનિરાજની નજર તેના ઉપર પડી અને તેમણે તેને કહ્યું કે, અરે ભાગ્યશાલી
For Private And Personal Use Only