________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૩
સદ્દગુરૂ, સારી રીતે જાણે છે કે, જેમ આધિ વ્યાધિ, પીડા વિગેરે આપણને પસંદ નથી. તે પ્રમાણે પૃથ્વી વિગેરે સચરાચર પ્રાણીઓને પણ અપાતી પીડાઓ, ક્યાંથી પસંદ પડે ? ન પડે. માટે સર્વ સંકટ, વિડંબનાઓથી મુક્ત થવું હોય તે, છકાયનું રક્ષણ પિતાના આત્માનું રક્ષણ કરે છે તેમ રક્ષણ કરે. જે તેમનું એટલે છકાયનું રક્ષણ કરશે તે, તે પ્રાણીઓ પણ, ભવાન્તમાં તમારૂ રક્ષણ કરશે. તથા સહારો આપશે. નહિતર જેવું વર્તન, તે પ્રાણીઓ ઉપર રાખશે. તેવું વર્તન તમારા ઉપર તેઓ રાખશે. માટે સદ્દગુરૂની વાણી સાંભળી, દયા, દાન અને દમાદિને ધારણ કરી અગર કામ, ક્રોધ, મદ, માયા, અદેખાઈને ત્યાગ કરીને, દરેક પ્રાણીઓમાં ચેતના, આત્મા રહેલ છે. તે બરોબર જાણે. એટલે દેને ત્યાગ થવાથી, જે પિતાના સહજપુણે છે. તેને પ્રગટ ભાવ થશે. પાર્શ્વમણિના સંગથી, સ્પર્શથી શું લેહ સુવર્ણ નથી બનતું? જરૂર બને છે. પરંતુ નામથી હોય, પણ ગુણોથી હાય નહિ. ત્યાં સુવર્ણ
ક્યાંથી બને. આ દાખલો એકદેશીય છે. તે પાર્શ્વમણિ, લેહને સોનું બનાવે છે. પણ પોતાના સમાન કરવા સમર્થ નથી. પણ સદ્ગુરૂ તે, સ્વસમાન બનાવે છે. એટલું જ નહિ પરંતુ પરમાત્મા સમાન બનાવી, અનંત શુદ્ધિના સ્વામી બનાવે છે. જડ જેવાને ચેતન, મૂર્તિમંત બનાવે છે. એટલે પાર્ધમણિ કરતાં સદ્દગુરૂ મહિમા અપરંપાર છે.
એક વ્રતધારી શેઠને કમલ નામે દીકરો હતો. તે શેઠને
For Private And Personal Use Only