________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪
ઘણે પ્રિયતમ હેવાથી શેઠે તેને બહુ લાડવડે મેટે કર્યો. જે મનગમતું માગે તે તેને અર્પણ કરતા. આ પુત્ર યુવાન થયે. પણ, કુસંગી બનેલ હોવાથી, ધનને ઉન્માર્ગે વેડફી નાખીને, પાછે ખુશી થતું. ઉન્માર્ગે ચઢેલા પુત્રના આચરણ નિહાળી તેના માતાપિતા અફસોસ કરવા લાગ્યા કે, જેમ જેમ માગ્યા મુજબ આપીયે છીએ. તેમ તેમ આ તો ઉત્કંઠ બને છે.. સદાચારની, પરોપકાર વિગેરેની વાત સાંભળતા જ નારાજ બનીને આઘે ખસી જાય છે. હવે આને કેવી રીતે સન્માર્ગે વાળ.! પંચમહાવ્રતધારી મુનિરાજને દેખી, ભેંસની માફક ભડકે છે. કદાચ પરાણે લઈ જઈએ તો, તેમના ચેડા કાઢી. હાંસી કરે છે. એક વખતે, પંચ મહાવ્રતધારી મુનિવર્યની પાસે તેને બલાત્કારથી લઈ જવામાં આવ્યું. મુનિરાજ પાસે બેઠે તે ખરે. અને ધર્મદેશના પણ સાંભળી. પછી મુનિ રાજે કહ્યું કે, અરે તે શું સાંભળ્યું ! તેણે કહ્યું કે, તમે કહ્યું તે સાંભળેલ નથી. પણ આ દરમાંથી નીકળતી કીડીઓને દેખી, તેની ગણત્રી કરી છે. પાંચસે નીકળી હશે. આમ કહી હસવા લાગ્યું. મુનિરાજે વિચાર કર્યો કે, ઉપદેશને આ અધિકારી નથી. તેમ માની તેની ઉપેક્ષા કરી. ઘરમાં આવી તેના પિતાએ ઘણે ઠપકે આપે કે, અરે મૂર્ખ ! તેમની હાંસી કરાય? તેણે કહ્યું કે, તેમને ઉપદેશ મને પસંદ પડતો નથી. શેઠ ચિન્તાતુર બન્યા કે, હવે કેવી રીતે સુધરે! અમારું કથન તે માનતો નથી. મુનિરાજની પાસે લઈ જઈએ ત્યારે, તેમની હાંસી, મશ્કરી કરે છે. ભલે,
For Private And Personal Use Only