________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯o
વચને ક્યારે કહેવાય? ધનની, શરીર વિગેરેની મમતા ઉતરે ત્યારે જ. આવા જીવાત્માઓ, સદગુરૂને વેગ મળતાં, આત્મજ્ઞાન અને ધ્યાનમાં આગળ વધતા રહે છે. ભલે પછી નર હોય કે નારી હાય, હલકી કેમ હોય કે, ઉત્તમ કુલને હોય, તે માટે ઉદાર દીલ, નમ્રતા, સરલતા, સંતોષ અને પ્રશમતાની જરૂર છે. આ મુજબ જ્યારે આત્મિક ગુણ આવવા માંડશે ત્યારે જ, દેહાતીત, મનવચનાતીત, શુદ્ધાત્માને અનુભવ અનુકમે અનુક્રમે આવતા રહેશે. સત્તાયે તે આત્મા અખંડ, અવિનાશી છે, તેથી તેને અનુભવ આવતાં, સર્વ સંકટ, વિપત્તિઓ અને વિદને આપ આપ ટળી જાય છે. માટે સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, બુદ્ધિસાગર, અનંતજ્ઞાની એવા જીનેશ્વરને તથા આત્માને ધ્યાવતાં, આત્મા આપ આપ સ્વસ્વરૂપે થાય છે. અને જોવાય છે. અનુભવાય છે. માટે આત્માને ભૂલે નહિ. અને દેહ દેવળમાં રહેલા આત્માને સ્થિરતા ધારણ કરી ધ્યા. એટલે સ્વયમેવ સર્વ ચિતાઓ વિગેરે ખસી જશે. હવે કેટલાક વિચારક અને વિવેકીઓને આત્માને ઓળખવાની લગની લાગી. તેથી કોની સંગતિ કરી ઉપદેશ સાંભળ. એ ભાવના જાગી. ત્યારે સદ્ગુરૂદેવ ૩૦મા પદના કાવ્ય દ્વારા ઉપદેશ આપે છે કે,
અરે આત્મિક ગુણેના અર્થીઓ આત્માને ઓળખવે હોય અને અનુભવ કરે છે, સાંભળે.
For Private And Personal Use Only