________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૭
આત્માના ગુણેના અને વિકારો કાકાએ રહી શકો
તન, ધન અને મનને આત્માથી ન્યારા ભાવવા. તે આત્માના ગુણ નથી. પણ ઔદયિક ભાવે મલ્યા છે. જ્યારે તે જુદા મનાશે ત્યારે, અહંકાર, મમકારનું જોર ઓછું થશે. પછી ધર્મધ્યાન કરવાની પ્રીતિ થશે. અને પ્રેમ લાગતાં આત્મિક ગુણ તરફ આદરમાન વધશે. અને તન, ધન અને મનના વિચારે ઓછા થતા જશે. અને તેવા વિચારોના આધારે દુન્યવી કાર્યો કરતા છતાં પણ અનાસક્તપણાએ રહી શકશે, અન્યથા વિચારે, અને વિકારે કદાપિ ટળવાના નહિ અને આત્માના ગુણોની ઓળખાણ થવાની નહિ.
એક શેઠને સંતાન નહિ હોવાથી, બીજી પત્ની સાથે લગ્ન કર્યું. બે વર્ષે, તે બીજીને પુત્રની પ્રાપ્તિ થઈ. તેથી ઘણે આનંદ થયે. પરંતુ સાથે ચિન્તા વળગી કે, આ પુત્રનું પાલન, પિષણ કેવી રીતે કરવું ! આઘેડ ઉમ્મરે પુત્ર થયે. તેની જરૂર સંભાળ રાખવી જોઈએ. તેમજ મોટે થતાં પરણાવવો પડશે. તેમજ તેના સુખ માટે અધિક સંપત્તિ મેળવવી પડશે. આવી આવી ચિન્તાઓથી ઘેરાએલ શેઠને શાંતિ ક્યાંથી પ્રાપ્ત થાય? પુત્ર જન્મે પણ ચિન્તા ગઈ નહિ. તે ચિન્તાથી શરીર પણ દિવસે દિવસે અશક્ત બનતું, તેથી દવાના ટેકાએ નિભાવી લેતા. પરંતુ સંપત્તિ, ધન પુરતા પ્રમાણમાં ન હોવાથી, કોઈ શહેરમાં જઈ, વ્યાપાર દ્વારા પૂરતા પ્રમાણમાં ધનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. અને પિતે, બે સ્ત્રીઓ અને છ માસના પુત્રને લઈ, કોઈ શહેરમાં જઈ ધમધોકાર વેપાર કરવામાં બાકી રાખી
For Private And Personal Use Only