________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૩
નથી. અજ્ઞાન દશામાં, મહઘેલા બની, કેવા કેવા દુખે ભગવ્યા તેનું ભાન રહ્યું નહિ. જે આત્મજ્ઞાન થાય તે, સઘળા સંકટો, વિપત્તિઓને ખ્યાલ આવે. માટે કાંઈક વિચાર, વિવેક કરે? ક્યાં સુધી પર વસ્તુઓને પિતાની માની, અને પોતાના આત્માની સત્ય સંપદાઓને ભૂલી, સંસારમાં અટવાયા રહેતાં રખડપટ્ટી કર્યા કરશે! બાળકો લકુટીઓ રમવામાં મજા માને છે. જ્ઞાનને અભ્યાસ કરે જોઈએ તે કરતા નથી. તથા સમજણ માનવીએ પણ, લડકા, લડકીઓમાં રંગી બની, જે આત્મસાધના કરવાનું છે તે ભૂલે છે. તેમ તમે પણ સમજણું થઈને પર પદાર્થોમાં કયાં રમત રમી રહ્યા છે ! અને વિવેકને આગળ વધારી સત્ય સુખને અનુભવ કરવા કેટલા વધારે આગળ વધ્યા? સંસારના સંગીઓ કહો. કેટલું સ્વપરનું શ્રેયઃ સાધ્યું?
જ્યારે તેઓએ તેવા રંગમાં ભંગ કર્યો છે. ત્યારે સ્વપરનું હિત સાધવા ભાગ્યશાળી બન્યા છે. વિષયવાસના પૂર્ણ કરવા તથા ઈન્દ્રિયોને સંતોષ આપવા વિવિધ વિલાસે કરવામાં ખામી રાખી છે? જરાય ખામી રાખી નથી. છતાં તે વાસના તથા ઈન્દ્રિયે તૃપ્તિ પામી નહિ. ધનાઢ્યો, નરેન્દ્રો અગર દેવે અઢળક વૈભવ, વિલાસમાં મગ્ન બન્યા. પણ અસંતુષ્ટ બની, પરલેકે ગયા છે. તેથી વિષય વિલાસમાં આસક્ત બનવું તે, ધુમાડામાં બાચકા ભરવા જેવું છે. તેથી સંતોષી બનાવે તેવી સત્ય વસ્તુ હસ્તગત થતી નથી. પરવસ્તુઓને પિતાની માનવાથી જ, જન્મ, જરા અને મરણની વિડંબનાના
For Private And Personal Use Only