________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
દુર્ગતિનું ભાજન થઈશું. સત્યધન તે આપણે અહિંજ પ્રાપ્ત કર્યું. ક્ષણભંગુર એવા આ ધનને લઈને આત્મહિત સધાશે નહિ. આમ વિચારણા કરતાં, ઉચ્ચભાવનાને પ્રગટ ભાવ થયે. લઘુકમી હોવાથી, અપ્રમત્ત ગુણસ્થાનકે આરૂઢ થવા પૂર્વક, ક્ષાયિક શ્રેણીઓ આરૂઢ થયા. અને ઘાતિયા કર્મોને ઘાત કરી, આ ચારેય ચે કેવલજ્ઞાન પામ્યા. શાસનદેવીએ સાધુને વેષ તેઓને આપે. અને જગતના માનવીઓને પાવન કરવા વિચારવા લાગ્યા. આ મુજબ આ શ્રાવકવડે ગણતા નવકારમંત્રને સાંભળી, સઘળા દોષોનો ત્યાગ કરી, ચારેય ભાગ્યશાલીઓએ આત્મયઃ સાધી લીધુ. શેઠ પણ આત્મકલ્યાણ સાધવા માટે, દરરોજ તત્પર બન્યા. શ્રાવક ધર્મનું રીતસર પાલન કરી, અનુક્રમે કેવલજ્ઞાન પામી, પરમપદને પ્રાપ્ત કરશે. માટે સદૂગુરૂ ઉપદિશે છે કે, તમારી જ્ઞાનાદિક સંપદાને, આત્મજ્ઞાન, ધ્યાન દ્વારા જાણીને પ્રાપ્ત કરે. આત્મ સિવાય, પરપદાર્થોમાં રંગી બનવાથી, કર્મોને નિકાચિત બંધ પડશે તેથી જન્મ, જરા, મરણની વિડંબનાઓ ટળશે નહિ. પરસંગને રંગ લાગવાથી, અનંત જન્મ ધારણ કર્યા. છતાં, આધિ, વ્યાધિ અને ઉપાધિ ટળી નથી જ. હવે આ મેઘેર દેવદુર્લભ મનુષ્યભવને પામી તમારી કર્મો વડે ઢંકાએલ જ્ઞાનાદિક સંપદાઓને ઓળખી તેમાં કયારે લયલીન બનશે? પર પદાર્થોને પિતાના માનવાથી, તેમાં રંગ, આસક્તિ થાય છે. તેથી તેઓમાં રંગી બનવાથી, આત્મજ્ઞાનાદિક સંપદાની ઓળખાણ કદાપિ થતી
For Private And Personal Use Only