________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
હેવાથી, શ્રાવક દશેક વર્ષમાં ધનાઢય બની વિચાર કરે છે કે, આજીવિકાનું દુઃખ ટળ્યું. પણ તેના યોગે, બંધાએલ કર્મોનું દુઃખ ગયું નહિ. માટે કર્મના દુઃખને દૂર કરવા ઉપાય કરે તે પોતાના આત્માને માટે અને પારકાઓને માટે શ્રેયસ્કર છે. આમ વિવેક લાવી, જ્યારે વખત મળતા ત્યારે, દશ મનના, દશ વચનના અને બાર કાયાથી જે જે કર્મો બંધાયેલ હોય, બંધાતા હોય, તેને દૂર કરવા સામાયિક કરતે. એટલે મન, વચન અને કાયાની પ્રવૃત્તિએને કજે કરી, સમત્વને અનુભવ લેતો. આત્મધ્યાને રહી ધર્મધ્યાનના ચાર પાયાનું ધ્યાન ધરતા. જીનેશ્વર વીતરાગની આજ્ઞા કેવી છે! તેના ઉપર દઢ શ્રદ્ધા ધારણ કરવા પૂર્વક વિચાર કરી, આજ્ઞાને અમલ શક્ય રીતે કેટલે કરું છું તેનો ઉપગ રાખતા, તથા જેટલા સંતાપ, પરિતાપ, વિપત્તિ, વલેપાત વિગેરે આવી હાજર થાય છે. તેને વિચાર કરી મનમાં નિશ્ચય કરતા કે, મારા મન, વચન અને કાયાના જે દે થયા છે. તેથી જ આવા પ્રકારની વિડંબનાઓ ઉપસ્થિત થાય છે. માટે તેવા દેને ત્યાગ કરવા શક્ય પ્રયાસ કરો. તથા કરેલા અપરાધે, ભૂલે અને દેનું ફલ મારે પિતાને જ ભોગવવું પડે છે. અને પડશે. આમ વિવેક લાવી, થએલા અને થતા દેને નિવારવા ઘણે ઉપગ રાખી સાવધાન બનતા. તથા લેક સ્વરૂપના વિકાર અને વિચારોને હઠાવી, આત્મધ્યાને રહેવા લગની લગાવીને રહેતા. સવારમાં જે વખત મળે છે, અને ચિન્તાઓ
For Private And Personal Use Only