________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૯
તે ગુણસ્થાનકને અનુભવ કરશે. તેમજ તેરમું ગુણસ્થાન હાથમાં આવશે. ત્યારે, સર્વત્ર, સર્વદા, ઘાતીયા કર્મોને ઘાત થવાથી, નિર્મલ આત્માને અનુભવ આવશે. માટે અન્તરાત્મા બને. તેથી સર્વ આશાઓ ફલવતી બનશે. અને આનંદની લહેરીએ ઉભરાશે. આવા આત્માને ઓળખી તેને નિર્મલ કરવા તમારો જન્મ થએલ છે. નહિ કે, વિગશાળી વસ્તુઓ મેળવવા માટે ? તમારી જ્ઞાનાદિક– સંપદા નાશ પામી નથી. પરંતુ કર્માચ્છાદિત થએલ છે. અને થાય છે. તેથી પરભાવરંગી ચેતના બની છે. અને બની રહેલ છે. પરભાવમાં રસિલે આ બાહ્યાત્મ, શું મેળવશે ! તે તમને માલુમ હશે નહિ. કર્મોને ગ્રહણ કરવાને ઉપાય કરતે હેવાથી, તે કર્મોને જ ગ્રહણ કરે છે. અને કરશે. તે ગ્રહણ કરેલા કર્મો, આત્માના ગુણોને પ્રાદુર્ભાવ કરવામાં પુનઃ પુનઃ વિગ્ન કરવાના જ. “શ્રેચર વદુ વિદનાનિ” તે વાક્ય શાથી લખાયું ? તે કર્મો શ્રેયસ્કર એવા આત્મજ્ઞાન, ધ્યાનમાં લાગ જાઈને વિને ઉપસ્થિત કરતા હોવાથી જ, માટે હિતકર અને શ્રેયસ્કર કાર્યોમાં, વિવિધ ડખલ કરનાર એવા કર્મોને હઠાવવા માટે, તેમજ અન્તરાત્મા બનવા પૂર્વક, પરમાત્માના અનંત સુખને લ્હાવો લેવા, સદાય જાગ્રત. રહીને તેના સાધને, એક શેઠની માફક ગ્રહણ કરવા માટે કાળજી રાખવાની ખાસ જરૂર છે.
એક શ્રાવકે, ભલ્લ પલ્લીમાં આજીવિકા ખાતર દુકાન માંડી છે. આ પલ્લીમાં ઘણા ભીલે તેની દુકાને માલ લેતા
For Private And Personal Use Only