________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૬
યોગે આત્મ વિકાસ સધાય છે. ભલે પછી વિવિધ સંકટો આવે તો પણ, ગભરામણ, મુંઝવણ થતી નથી. અને સમત્વને સ્વાદ આવતું રહે છે. માટે સમ્યજ્ઞાન સાથે ધામિક અનુષ્ઠાન કરે. તેમજ વ્યાવહારિક કાર્યોમાં પણ કિયાઘેલા, મુગ્ધ બને નહિ. હવે સુખની રાશી, જેમાં સમાએલ છે એવી સમતા લાવવા માટે, સગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, પ્રથમ ગીતાર્થ અને આત્મજ્ઞાનીની રીતસર ઉપાસના કરે. તેઓ તમને સમત્વનું સમ્યગૂજ્ઞાન અર્પણ કરશે. પછી તમારી કિયાએ ફલવતી બનવાથી, ચીકણાં કર્મો બાંધશે નહિ ત્યારે તમને શાબાશી આપીશ. પ્રશંસા કરીશ. કે, વ્યાવહારિક કાર્યોમાં પણ ધૈર્ય ધારી, અહો ! કેવી સમતા રાખે છે. સંકટ આવે તે પણ મુગ્ધ બનતા નથી. ધન્ય છે તેમને ? આવા ભાગ્યવંતે, આત્મજ્ઞાન મેળવી, કર્મોને ખસેડવા સમર્થ બને છે. આવા સભ્ય જ્ઞાની, આત્મજ્ઞાનના યોગે પોતાની શક્તિને ઓળખી, અનંત સુખના સ્વામી થાય છે. માટે વિષયેની આસક્તિને ત્યાગ કરી, સત્ય વિષય જે, આત્મગુણો છે. તેઓને પ્રાપ્ત કરે. તેનો ઉપદેશ આપતા ૨૯ મા પદની કાવ્યરચના કરતાં ગુરૂદેવ કહે છે કે, અરે અનંત સુખને સ્વામી તમે હેતે છતે પણ અન્યત્ર કયાં પરિભ્રમણ કરે છે ?
(શામળીયાની પાઘડી–એ રાગ) તારૂ નામ ન રૂપ લખાય, અલખ પરમાતમાં,
તારી શક્તિ અનંત કહાય. અલખ૦ ૧૧
For Private And Personal Use Only