________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૫
પૂર્વક કરેલી ક્રિયા, આત્મજ્ઞાનને પ્રાદુર્ભાવ કરે છે. અને વિપત્તિને વિલય થાય છે. વ્યાવહારિક કાર્યોમાં ઉકળી જવાય નહિ. અને શાંતિનો અનુભવ લાધે છે. હવે બાદશાહને, સદાચારી સજજને એક સુંદર સલાહ અને સૂચના કરી કે, તમે શેઠને હાથે પગે બેડીઓ નાંખી કેદખાનામાં ફસાવ્યા તે સારૂ કર્યું નથી. કારણ કે, શેઠે બાર વ્રતે લીધા છે. તેમાં તેમને પરિગ્રહ પરિમાણનું વ્રત છે. તેથી અન્યાય, અનીતિથી કાંઈ પણ ધન લેતા નથી. તે પછી રાજ્યની ઉપજનું ધન તેઓ કયાંથી લે? કઈ અદેખાએ, તમને અસત્ય સલાહ આપી છે પણ તે સત્ય નથી. માટે આવા આત્મજ્ઞાની અને રાજ્યના “વફાદારને કેદખાનામાં રાખવા જોઈએ નહિ. બાદશાહે સારી રીતે તપાસ કરી ત્યારે પેલા ઈર્ષ્યાળુએ કહેલી બીના ખાટી લાગી. અને શેઠને બેડીમાંથી મુક્ત કરવા પૂર્વક કેદમાંથી બહાર લાવી હાથી ઉપર બેસારી સત્કાર સન્માન પૂર્વક તેમના ઘેર મોકલ્યા. એક મહિને ઘેર આવ્યા પછી શેઠ સામાયિક કરતાં સમતાની આરાધનામાં અધિક તત્પર થયા. અદેખો ચૂપ થશે. તેને પણ શેઠની સમતાની અસર થઈ ત્યારથી આરંભીને તે પણ શેઠને મિત્ર બની સામાયિકની આરાધના કરવા લાગે. અને થએલ દેની નિન્દા, ગહ કરી, આત્માની શુદ્ધિ કરી. જ્યારે સમ્યજ્ઞાન, આત્મજ્ઞાનની સાથે ક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે, મમત્વ અને અહંકારના ગે બંધાએલ ચીકણું કર્મો ખસવા માંડે છે. અને સમતાના
For Private And Personal Use Only