________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
કે, તમે શેઠની બહુ પ્રશંસા કરી છે. પણ તે શેઠ રાજ્યની ઉપજ વિગેરેથી પિતાનું ઘર ભરે છે. તેથી જ ધનાઢય બનેલ છે. તે બડે દંભી છે. ઈત્યાદિ સાંભળી, કાચા કાનના બાદશાહે, તે શેઠને, હાથે પગે બેડીએ નાંખી કેદખાનામાં નાંખ્યા. છતાં શાહને સંતાપ, વલોપાત થયે નહિ. તેઓ સમજતા હતા કે, આ વિડંબના આવી તેમાં મારા કર્મને દેષ છે. ખોટી સૂચના, સલાહ આપનાર તેમજ બાદશાહ તે નિમિત્ત માત્ર છે. તેઓને દેષ નથી. આ મુજબ સમ્યગૂજ્ઞાન દ્વારા આત્મજ્ઞાનથી વલેપાત થયે નહિ. અને મનને શીખામણ આપવા લાગ્યા કે, જે સંતાપ, પરિતાપ કરીશ તે સામાયિક દ્વારા આત્મજ્ઞાન થયેલ છે તે શોભાસ્પદ બનશે નહિ. અને નવાં કર્મોને બંધ થશે. આમ મનને શીખામણ આપવાથી મનવૃત્તિ સ્થિર થઈ. “દરરોજ સામાયિક કરવું, પણ, દુન્યવી વ્યવહારના
કરતાં, વિદને કે વિડંબના આવે તે પણ, સમત્વ, સમતા રાખવી તે સામાયિકની સાર્થકતા છે. એટલે અશુભેદય જે હાજર થાય છે તે વિલ બને છે. * મુંહણશીને જ્યારે સામાયિકાદિ કિયાએ કરવાની ઈચ્છા હોય છે ત્યારે જેલરને સેનામહોર આપી, બે ઘડી બેડીઓ મુક્ત કરાવે છે. પણ ધર્મક્રિયા ભૂલતા નથી. આ મુજબ સામાયિક, પ્રતિક્રમણ વિગેરે કિયા કરનાર ભાગ્યશાળીઓએ, વિપત્તિની વેલા પૈર્ય ધારણ કરીને, ધર્મધ્યાનમાં રહેવું. કે જેથી, સમ્યજ્ઞાન
For Private And Personal Use Only