________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૨
મુંહણસિંહ, બહાદુર, શુરવીર તથા સમયના જાણકાર હોવાથી, બાદશાહને પસંદ પડ્યા. તેઓ શ્રાવક હોવાથી ગુરૂદેવને ઉપદેશ રીતસર સાંભળી, બાર વ્રતધારી પણ થયા હતા. અને વિપત્તિ કે વિડંબનાની વેલાયે પણ, સ્વીકારેલા વ્રતનું પાલન કરતાં. બાર વડે પિકી દરરોજ સામાયિક વિગેરે કરતા. કદાપિ સામાયિકને ભૂલતા નહિ. વ્યાવહારિક. કાર્યોમાં, વ્રતનું પાલન કરવું છે કે દુષ્કર છે. છતાં તેમાં, સત્યલાભ માની, દુષ્કરતાને ગતા નહિ. તેથી જો વધારે વખત મલે તે ઘણુવાર સામાયિકની આરાધનામાં ઉદ્યમાન બનતા. અને રાજ્યનું અને પિતાના ઘરનું પણ કામ કરવામાં તેમજ સમાજનું કાર્ય કરવામાં ખામી રાખતા નહિ. એક દિવસે, બાદશાહ, શ્રાવક શેઠ, મુંહણસિંહને કહ્યું કે, મારા. તાબાને સામંત ૨જા, અભિમાનના તેરથી ખંડણી ભરત નથી. માટે તેને પરાજય કરવા ગમન કરવું પડે એમ છે. તમારે પણ સાથે જ આવવાનું છે. ત્યારપછી થોડા વખતમાં બાદશાહે લશ્કર સાથે પ્રયાણ કર્યું. આ શાહ પણ સાથે ચાલવા લાગ્યા. બાદશાહ બીજે ગામ ગયે ત્યારે શાહને નહિ દેખવાથી, એક શાણા સિપાઈને કહ્યું કે, શાહ પાછળ રહી ગયા છે. તેઓને સત્વર અત્રે લાવો. સિપાઈએ તપાસ કરતાં શાહને સામાયિકમાં બેઠેલા દેખ્યા. તે સીપાઈ શાણે હેવાથી, વિચાર કરવા લાગ્યું કે, અમે જેમ વખતસર નિમાજ પઢીએ છીએ તે મુજબ, આ પણ નીમાઝ પઢતા હશે. આમ વિચારી, સામાયિકની રીતસર
For Private And Personal Use Only