________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૧
વખતે મને વૃત્તિને આત્મધ્યાનમાં જોડવી જોઈએ. તે વિલાયે, વિવેકીઓ કહે છે કે, વિપત્તિ કસોટી છે. તે મનુષ્યને બરાબર કષીને ઉજજવલ કરવા પૂર્વક, સંપત્તિ અર્પણ કરે છે. પરંતુ આત્મજ્ઞાન હોય તે જ. આત્મજ્ઞાન, એકદમ કે અકસ્માત્ થતું નથી. તે માટે દશ મનના, દશ વચના અને બાર કાયિક દેને નિવારવા, અતિશય વીર્યને, બલને ફોરવવું પડે છે. એમ અનંતજ્ઞાનીઓ પણ ફિરમાવે છે. વિધિ પૂર્વક સામાયિક કરતાં, તે બત્રીશ દેને ટાળવાની શક્તિ જાગે છે. તે બત્રીશ દે, માનસિક વૃત્તિ વિગેરેને લક્ષ વશ રાખવાથી ખસતા જાય છે. અને સમત્વને આવવાને અવકાશ મળે છે. અને સમત્વ આવે છે ત્યારે, ગમે તેવા રાગ, દ્વેષ અને મેહ વિગેરેના વેગે પ્રતિકુળ બનેલ માનવીઓ વિપત્તિમાં ફસાવે તે પણ, તે સમતા ધારી તેમાં બંધાતો નથી. આનંદ પૂર્વક તેના બલને પિતાને બલદ્વારા વિફલ કરે છે.
દીલ્હી શહે-માં, પીજ બાદશાહ, પિતાના રાજ્યનું પાલન કરતો. પરંતુ તેને સાચી સહાય, સલાહ અને સૂચના આપનારની જરૂર હોવાથી, તપાસ કરતાં, તે શહેરના નિવાસી શાહ-મુંહણસિંહ શેઠને તેણે તેવા જાણ્યા બાદ તેઓને સન્માન, સત્કારપૂર્વક આમંત્રણ આપી, પિતાની પાસે રહેવાનું કહ્યું. જો કે, આ. શાહને, તેમની પાસે રહેવાની ઈચ્છા નહોતી. છતાં બાદશાહની આજ્ઞાના ભંગમાં ભયંકરતા અને જોખમ માની, પાસે રહેવા લાગ્યા.
For Private And Personal Use Only