________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦.
અને તારાઓનું તેજ વિલય પામે છે. તેવી રીતે. માટે કૈવલ્યજ્ઞાનને સાધ્ય રાખી, એવી કેળવણી લેવી જોઈએ કે જેથી, સમ્યગ્રજ્ઞાન જે, આત્મજ્ઞાન છે. તેની રોગક્ષમતા થાય. અને કેવલજ્ઞાન સુધી, તે જ્ઞાનથી પતિત થવાય નહિ. અને ક્ષાવિક જ્ઞાનને તેમજ યથાખ્યાત ચારિત્રને સાચે લાભ, સ્વયમેવ આવી હાજર થાય. આત્મજ્ઞાન વિનાના, ફક્ત ક્રિયાઓમાં જ મગ્ન બનેલ એકાંત કિયાવાદને માનનારાઓને દેખી, આત્મજ્ઞાનીઓ હાંસી કરે છે અને કહે છે કે, અરે ભાઈઓ? કયાં ગળામાં ફાંસી દેવા માંડી છે ! એકાંતે ક્રિયા કરનારા ગળે ફાંસી દે, તેમાં શું કહીએ? તેઓની એટલે સમ્યગજ્ઞાન સિવાય કિયાએ કરનારાઓની આલેક પરલેકના સાંસારિક સુખની અભિલાષા ટળતી નથી. તેથી જ તે આશંસાના ગે મળેલ સાહ્યબી વખત આવે ત્યારે ફાંસીએ ચઢાવે છે. તે વેલાયે તેઓને આર્તરૌદ્ર ધ્યાન થતાં હોવાથી દુર્ગતિમાં પટકાઈ પડે છે. બેલે. તે ફાંસી કહેવાયને? ત્યારે સમ્યજ્ઞાની, આત્મજ્ઞાનીને ઘણી વિડંબના, વિપત્તિ આવી લાગે તે પણ, ધર્મધ્યાનના ગે તેઓ સમત્વને ગુમાવતા નથી. તેથી આવી વિપત્તિ કે વિડંબના, થોડીવાર પિતાના સ્વભાવને ભજવી ખસી જાય છે. અને સંપત્તિ આવીને ભેટે છે. વિવેકીઓ કહે છે કે, વિપત્તિ વેલાયે વલેપાત કરે નહિ, અને સહન કરવા પૂર્વક ધર્મ ધ્યાનમાં રહે છે, સંપત્તિ તેઓનાથી દૂર નથી. સમીપમાં જ છે. પરંતુ તે
For Private And Personal Use Only