________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કટારીરૂપી ક્રિયાની પણ અગત્યતા તેમાં રહેલી છે. પણ જીત્યા પછી તેની જરૂર રહેતી નથી. તે પહેલાં તે તેની પણ જરૂર છે જ. કિયાઓને સહકાર લઈ રાગાદિ અરિઓને, શત્રુઓને ટાળી જ્યારે સિદ્ધ થવાય ત્યારે, આ જીવાત્મા. અને અન્તરાત્મા, સમ્યગજ્ઞાનના ગે કિયા દ્વારા સફલતાને પ્રાપ્ત કરતે, પરમપદ, મેક્ષસ્થાને આરૂઢ થાય છે. ત્યારે પણ જ્ઞાન અને દર્શન કાયમ રહેલ હેવાથી, શાશ્વતપદવાસી બને છે. પછી તેને જન્મ ધારણ કરવાને હોતો જ નથી. તથા જન્મ થતો ન હોવાથી જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબના કયાંથી હોય ? માટે સગુરૂદેવ ફરમાવે છે કે હાયિક જ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધિ સમ્યગૂજ્ઞાન સાથે ક્રિયાઓ કરતા રહેવું. કે જેથી, એક બે ભવમાં અગર ત્રણ ભવમાં, શાશ્વત પદ વાસી બનાય. ગુરૂ મહારાજ દષ્ટાંત દ્વારા કહે છે કે, જયારે જ્ઞાનદિવાકર, સૂર્યને સંપૂર્ણ પ્રકાશ ઝળહળશે. અને ક્રિયારૂપી પતંગીયું તેમાં લયલીન થશે ત્યારે, વિશ્વવિલાસી એવા તે સમ્યગૂજ્ઞાની બનશે. સમગ્ર વિશ્વના દ્રવ્ય, ગુણ, પર્યાને એક સમયમાં તે જ્ઞાનવાન જ્ઞાની દેખી શકશે. જાણી શકશે. જ્ઞાન અને જ્ઞાની કાંઈ જુદા નથી. જ્યાં જ્ઞાન હોય ત્યાં જ્ઞાની હોય છે જ. કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી અન્ય જ્ઞાનની જરૂર રહેતી નથી. કારણ કે, મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય જ્ઞાન, તેમાં એટલે કૈવલ્યજ્ઞાનમાં વિલય પામી જાય છે. જેમ સૂર્યના પ્રકાશમાં ગ્રહ, નક્ષત્ર
२४
For Private And Personal Use Only