________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૭
જરૂર છે કે, જેથી કરેલી ક્રિયા પણ સાર્થક થાય. ત્યારે જ્ઞાનવાદમાં એકાંતે માન્યતા ધરાવનાર, જ્ઞાન, વિજ્ઞાનમાં તત્પર બનેલ છે. અને બનશે. અને તેથી તેમા જ સત્ય સુખ માનનારને કહે છે કે, એકાંતે ક્રિયા કર્યા સિવાય જ્ઞાન, ચીકણું કર્મકારને દૂર કરી શકશે નહિ. મનેહર, સરસ રસવતી સન્મુખ હાજર છે. તે કે લાભ આપે છે! તેનું તમને જ્ઞાન છે. પણ હાથમાં લઈ મુખમાં નાંખી ચાવ્યા વિના ચાલશે નહિ. આ ક્રિયા કર્યા સિવાય સુધા મટશે? માટે તમે પોતે જ ભૂખ મટાવવા જ્ઞાન સાથે ક્રિયાઓ કરે છે. તે કેમ ભૂલી જાઓ છેએકલા હાથે તાળી પડતી નથી. બે હાથે પડે છે. એટલે કેવી રીતે તાળીઓ પાડવી, તેના જ્ઞાનની સાથે ક્રિયારૂપ તાળીઓ પાડો છે ને? એકલા હાથે ઈસારો થશે. પણ વન્સર કરવો હશે તે બે હાથે તાળીઓ પાડ્યા સિવાય ચાલશે નહિ. સુગમ અને સરલ માર્ગે ગમન કરવા માટે જ્ઞાન છે. પણ ચાલવાનુ કર્યા સિવાય એક પગલુ ભરી શકશે નહિ. આ સઘળું તમે જાણે છે. છતાં ભ્રમણામાં ભૂલા પડી, એકાંતે જ્ઞાન અગર કિયામાં માને છે તે ઠીક નથી. અનેકાંતવાદના સ્વીકારથી દુન્યવી વ્યવહાર, કે ધાર્મિક વ્યવહાર, ભાસ્પદ બનશે. અને તેને વ્યવહાર સુખશાતા આપવા શક્તિમાન બનશે. અન્યથા પગલે પગલે ઠેક્કર વાગશે. વિવિધ વિષમવાદ ઉપસ્થિત થશે. એકાંતે જ્ઞાન વિનાની ક્રિયા તથા જ્ઞાન, ક્રિયા સિવાયની સંવર, નિર્જર, મેક્ષ ક્યાંથી આપી શકે ? તે
For Private And Personal Use Only