________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૧
સત્તા, તથા આજ્ઞાને સ્વીકાર કરનાર એવો અનુયાયી વર્ગ મળેલ છે. તેઓને દાન દેતાં કંટાળતું નથી. કેઈ અણગમતું કહે તેના ઉપર કે૫ કરતો નથી. અને પાત્રને દાન દેતાં હર્ષાતુર બને છે. મત્સર કરતું નથી. સદાતા, મંદ સાધમભાઈઓની ભક્તિ કરવા તત્પર હોય છે. તે સિવાય દરેક પ્રાણુઓ પ્રત્યે મૈત્રીભાવ રાખી શક્ય સહારો આપે છે. અનુકંપા ધારણ કરે છે. તેજ ભાગ્યશાલી સાવધાન બની, આત્મકલ્યાણ કરવામાં શક્તિમાન બને છે. અન્યથા તે તમે દેખે છે. કે પૂર્વભવના પુણ્યના પ્રભાવે, પશુપખીઓને પણ, રહેવા માટે સુંદર આવા મળે છે. ખાવા પીવાનું મનપસંદ પ્રાપ્ત થાય છે. હાથીને, પૂર્વભવના પુણ્યયોગે નિવાસ કરવા મનહર મકાન મળે છે. કેઈ નૃપતિને તે વધારે વહાલો હોય તે દરરોજ મણ મણના મોદક પણ મળે છે. અને સનારૂપાના આભુષણે પણ મળે છે. તથા મધુરવાણને બેલનાર પોપટને, સેનાનું બનાવેલ પાંજરૂ પ્રાપ્ત થાય છે. અને ખાવા માટે મધુરા ફલાદિક મળે છે. આ સઘળું મળી જાય છે. પરંતુ જે આ ન્નતિ થવી જોઈએ તે થવી અશક્ય છે. કારણ કે, પશુપંખીને ભવ મળેલ છે તે બેડી સમાન છે. માટે આ લેક, પરલેકના સંસારિક સુખશાતાને ત્યાગ કરી, એવા પ્રકારનું દાનાદિક કરે કે, આતમન્નતિ સધાતી રહે. અને અનુક્રમે, થડા ભવમાં અનંત શક્તિ, અનંતજ્ઞાનાદિકના સ્વામી થવાય. અનંત આધિ, વ્યાધિ અને ઉપાધિના સંતાપ જવાથી, સર્વ દુઃખોથી મુક્ત બની સિદ્ધ થવાય.
For Private And Personal Use Only