________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૯
નહિ જ. પુનઃ પુનઃ સામાયિકને અભ્યાસ કરતા, એવી બે ઘડી આવી મળે કે, સમતા હાજર થાય ? માટે એવાના કડવા વચને સાંભળીને પણ સમત્વ ભાવ લાવવા માટે અભ્યાસ કરવા તત્પર બનવું તે હિતકર છે જ. આ જગતમાં સોય એવું કામ કરે છે કે, તે ફાટેલા વસ્ત્રો પણ સાંધે છે. પરંતુ સમત્વ વિનાના, સેય જેવા માણસે તે, વસ્ત્રોને સાંધતા નથી પણ તેમાં કાંણાં પાડે છે. એટલે સાંધનાર તેને લઈને, દરજીને કંટાળે આપે છે. એટલું જ નહિ. પરંતુ કાણાં પડવા પૂર્વક આંગળીમાં વાગે છે. આ મુજબ સોય જેવી અદેખાઈ ઈર્ષ્યા, કલેશ, કંકાસ તથા પ્રમાદતાદિકમાં છે. આત્મધ્યાન કરનાર, સંધી કરનાર જે સઈ છે. તેને પુનઃ પુનઃ વિદને વિડંબના ઉપસ્થિત કરે છે. માટે સાઈને ય સીવે છે આમ કહેવાય છે. તેમજ તુચ્છ એવા તિલે, ઘાણીને પીલે છે. આ કહેવું પણ બરાબર છે. કે, તદ્દન નીચ હલકા કર્મો છે તે કર્મોને, ધ્યાનની કિયાના વેગે ઘણા, નાશ કરે છે, તે જ ક્રિયાઓને આd, રૌદ્રધ્યાને પીલી નાંખે છે. સત્યાનંદ, શુભ ભાવને પીડા ઉપજાવે છે. આ મુજબ અવળી ચાલે ચાલનારના વિષય વિકારે ક્યાંથી દૂર ખસે? તેથી સદ્ગુરૂ મહારાજ કહે છે કે, આવી અવળવાણીને બરાબર સમજી, સમ્યગૂવાણીનું સ્મરણ કરી, સમજી, આત્મકલ્યાણ સાધવાને સુઅવસર મળે છે. તેને વિકથાઓને ત્યાગ કરી, આત્મસાધના માટે ટાઈમ કાઢી, તે ટાઈમને સફલ કરે. વિકથાની વાતોને
For Private And Personal Use Only