________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
માફક ભટકવું પડશે. સુખને આપનાર અને સંકટને હઠાવનાર મેહમમતા દ્વારા, જે પ્રવૃત્તિઓ હું કરી રહેલ છું. તે જ તેને માટે સમર્થ છે. આ મુજબ વિચારણા હોવાથી, ભયભીત બનતા છતાં પણ, તેણીઓને પસંદ પડે છે. પછી ભીતિ ટળે કયાંથી ! માટે સશુરૂ કહે છે કે, આત્માને બરાબર પીછાની, તેમજ મોહ, રાગ, દ્વેષને ત્યાગ કરીને, નિર્લેપ બનશે ત્યારે સત્ય સ્વરાજ્ય પામી, નિર્ભય બનશે. ભીખારી જેવી પરિસ્થિતિ ખસવા માંડશે. ભલે રાગ, દ્વેષ અને મેહના જેરે, તેમજ પદયે, પ્રાણીઓ તથા મનુષ્ય મનગમતા સુખમાં મહાલે છે. છતાં દીનતા, હીનતા અને ભીરુતા ટળી છે? નથી ટળી. માટે વિવેક કરવાની અગત્યતા છે. હીનતા, દીનતા, યાચને તેમજ ભીરતાને હડાવનાર જે કોઈ હોય તે, તે ધર્મસત્તા જયવંતી છે. તેથી રાજસત્તા, અગર કર્મસત્તાનું જોર ચાલતું નથી. કયાંથી ચાલે? રાજ્યસત્તા અગર કર્મસત્તાનું જેર ત્યારે જ ચાલે છે કે, જ્યારે વિષય કષાયના વિકારે અને વિચારોના ચુંગે વિવિધ અનેક અપરાધ કરવામાં આવે. જે દેશે સેવાય નહિ તે, તે સત્તા બિચારી શું કરી શકે ? આતે એવું થયું કે, “દીપક હેતે અંધકાર. * - જ્યારે આત્મતત્વને વિચાર અને વિવેક હોતું નથી ત્યારે, મિથ્યાત્વ, અંધકારને આવવાને લાગ મળે છે. આવા અંધકારના મેગે, આત્મધર્મને ભૂલી, કેટલાક
For Private And Personal Use Only