________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૧
નજરે નિહાળી વૈરાગ્ય ઉત્પન્ન થયે. ધમને ઘેર ધાડ અને કસાઈને ઘેર કુશળ દેખી, કયા સમ્યગ્રજ્ઞાનીને વૈરાગ્ય આવે નહિ? આવી સંસારની વિડંબના કોને પસંદ પડે ? અને તેમાં આસક્તિ ધારણ કરે? સજજને તે આવી વિડંબનાને દેખી, હેય, રેય અને ઉપાદેયને વિવેક કરવા પૂર્વક તેનાથી અલગ ખસે છે. અને અરે ચેલા? સારૂ થયું કે આપણે બનેને આવા પ્રકારની સાંસારિક પરિસ્થિતિ જાણ વૈરાગ્ય પ્રાપ્ત થયું. અને તે વૈરાગ્ય, સંવેગ, જે મોક્ષમાર્ગ છે. તેને સુગમ અને સરસ કરી આપે. તેથી જ કષાયેની કારમી ભયંકરતા અને કારમી કતલ સારી રીતે જાણી, તેને ત્યાગ કરવા તત્પર થયા. તેથી ઉપશમ ભાવના લ્હાવા મળ્યા. અને ઉપશમ ભાવના વેગે વૈરવિરોધની, અટવીમાં ભૂલા પડયા નહિ. અદેખાઈ તે બીચારી ઉપશમતા દેખી ભાગી ગઈ તેથી આપણને સમ્યગ્રજ્ઞાનથી જોવાનું મળ્યું. અને જોઈએ છીએ કે, સાંસારિક પ્રાણીઓ, અગ્નિના સરખા વૈરવિધિ અને સંતાપાદિકથી જે તપી રહેલા છે. પુનઃ પુનઃ દાહન ચગે વિવિધ વિલાપ, પોકારે પાડી રહેલા છે. તે અગ્નિને ત્યાગ કરી આપણે જ્ઞાનાનલને ઉત્પન્ન કર્યો. તેથી દુન્યવી અગ્નિ બુઝાવા લાગે. અને તેમાંથી સુખશાંતિનો પ્રવાહ અને તેનું પાસું નભે કહેતાં બ્રહ્માંડ, જે દશમું દ્વાર કહેવાય છે. તે પર પહોંચી ઉમદા મનેહર સમાધિ, સુખશાંતિને અર્પણ કરી છે, જેની ઉપમા આપી
For Private And Personal Use Only