________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮ જેમાં માર પડે એવી મીઠાશ હશે નહિ. આ પ્રમાણે સાંભળી લઘુકમ, સમ્યકત્વ ધારી કઈક મહાભાગ્યશાલીને, સાંસારિક વિષયના વિકારોને ત્યાગ કરવાની ભાવના થઈ. અને થયેલ ભાવના મુજબ પ્રથમ, વ્રત, નિયમનું રીતસર પાલન કરવાપૂર્વક, આત્મધ્યાન, તિને પ્રાપ્ત કરવા કટીબદ્ધ થએલ હેવાથી આત્મજ્ઞાનને લ્હાવો લેવા લાગ્યા. અને તેથી અનુભવવાની એવા આત્માને તેણે ઓળખે. એટલે નિજ પદ, પિતાનું સ્થલ જે છે તેનું ભાન થયું. અને માયાની મીઠાશ તથા વિષયવિકારની મીઠાશને વિષ સરખી માની તેના ઉપર નજર પણ પડતી નથી. આવા સમકિતી મહાભાગે વિષયના મારને ખાતા નથી. પણ કષાયના વિકારોને માર મારી અગર લડાઈ કરી મૂલમાંથી નષ્ટ કરવા સમર્થ બને છે. તેથી તેમને જન્મ થયે તે પ્રમાણ છે. સાર્થક છે. ઘણાએ લઘુકમી ભાગ્યવાન, વ્રત, નિયમાદિ ધારણ કરીને આત્માની તિને બરાબર પીછાની, મહનીય કર્મને માર મારી, મૂલમાંથી નષ્ટ કરવાપૂર્વક પોતાની સત્તાના સ્વામી બનવા સમર્થ થએલ છે. આત્મધ્યાન કરતાં, આત્મિક તેજ, નૂર, પ્રકાશ વધતું રહે છે. અને કર્મોને માર પડવાથી તે કર્મો ખસતા જાય છે. ત્યારે સાંસારિક વિષયેનું ધ્યાન કરવાથી, આસક્તિ રાખવાથી, મેહનીય વિગેરે કર્મોનું બળ વધે છે. તેથી પરાધિનતા ખસતી નથી. માટે અરે ભાગ્યશાલીઓ? મેહમાયાની જ જાલમાં સુખ માની તેમાં ક્યાં ફસાઈ પડે છે? તેમાં સત્ય સુખનો લેશ માત્ર પણ અંશ નથી. સુખાભાસને સત્ય
For Private And Personal Use Only