________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
શકતી નથી. મારા હાથ દુઃખવા આવે છે. માટે પાણી ભરનારીને પણ રાખે. પાણી લાવતા બહુ થાક લાગે છે. આ મુજબ સાંભળી ભાઈસાહેબ તે ઘણું ચિન્તા, વલોપાત, સંતાપ કરવા લાગ્યું કે, આ રૂપાળીને નવીન બંગલામાં લહેર કરવી છે. અને જાતમહેનત કરવી નથી. તેના કહેવા મુજબ સઘળું કાર્ય કરવામાં આવે તે, ભીખારી જેવી દશા આવી લાગે? ભલે ને બોલ્યા કરે બેલી, બબડીને પિતાની મેળે ચૂપ બેસશે. તેણીના બેલવા સામે જેવું નહિ. આમ વિચારી મૌન રાખે છે. પરંતુ આ લટકાળી લલનાને લહેર કરવી છે. તેથી તે બેલ્યા વિના ક્યાંથી રહે? તેના કહેવા મુજબ બંગલે; નોકર વિગેરે રાખતા નહિ હોવાથી અને ન બંગલે બનાવતા નહિ હોવાથી, કપાતુર બની તે સ્ત્રી જેમ તેમ ગાળો દેવા લાગી અને કહેવા લાગી કે. આના ફંદામાં
ક્યાં ફસાઈ પડી? ધારણા મુજબ થતું નથી. બન્યું આ મકાન. આમ કહી વાઘણુ માફક ઘુઘવાટ કરવા પૂર્વક ગાળો. દેવામાં બાકી રાખતી નથી. ગાળે સાંભળી ભાઈસાહેબને ક્રોધ ચડ્યો. તેથી, તેને મેથીપાક, ધોકાપાક આપવા, એટલે તેણીને મારવા માટે હાથમાં લાઠી લીધી. આ લાઠી દેખી. બાઈ પણ ભય પામે એવી નહોતી. તેણીએ સાંબેલું લીધું. ભાઈએ લાઠી લગાવી ત્યારે બાઈ એ સાંબેલુ લગાવ્યું. તે એવું લગાવ્યું કે, બીજીવાર લાઠી લગાવવાની ખેડ ભૂલી જાય. માર ખાધા પછી ભાઈએ વિચાર કર્યો કે, બીજીવાર લાઠી, મારીશ તે, આ રાંડ મને પૂરે કરી દેશે. પણ ચઢેલો કોલ.
For Private And Personal Use Only