________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૬
બનું. નિર્ભયવાસી બનવું તે, મનુષ્યનું અગત્યનું કાર્ય છે. તથા કયારે આધિ, વ્યાધિ અને ઉપાધિની વિડંબનાને ત્યાગ કરીશું. આવી વિચારણાને દરરોજ ભાવશો તે તમારે આમા તમારી સમીપમાં જ છે. દૂર નથી. ફક્ત ઉમદા વિચાર, વિવેક અને ભાવનાઓને ભાવશે તે, જરૂર આત્માની ઓળખાણ થશે. જે જ્ઞાનાવરણીયાદિ કર્મોની પરાધીનતાની બેડીમાં ફસાયા છે તેનાથી મુક્ત થશે. અને સ્વાધીનતા સાથે સત્યાનંદમાં સદાય ઝીલશે. પરંતુ તમે તે મેહનીય કમેં બીછાવેલ જ જાળમાં ફસાયા છે. અને તેમાં જ સુખશાંતિ માની બેઠા છે. તેના મધુર મારને સુખ માની બેઠા છે. તે પછી નિર્ભયદેશ, તમોને, ક્યાંથી પ્રાપ્ત થાય ? તમારે દુન્યવી વેઠને સુખનું સાધન માનવું છે. અને નિર્ભય, નિશ્ચિત જીવનનો લ્હાવો લેવા છે. એ કેવી રીતે બને ? તમારે બે હાથે મોટા મોટા મોદક ભાગ્યા વિના આખાને આખા આરેગવા છે. તે ક્યાંથી બને? ભાગ્યા વિના ખવાતું નથી. માટે તે મોદકને ભિન્ન ભિન્ન કરશો તે જ ખવાશે. અને તેથી સુધા પણ મટશે. તે મુજબ માયા, મમતાના મેદકે ભાગ્યા વિના, જુદા કરશો નહિ તે, ભવોભવની ભૂખ ભાગશે નહિ. માટે તેઓને ભાગી નાખે એટલે માયા મમતાના મોદકની મીઠાશમાં મગ્ન બને નહિ. તે જ, સમ્યગજ્ઞાનીની સબતે સમ્યગૂજ્ઞાન પામી સ્વયં વિવેક ધારણ કરી સુંદર ભાવનાઓ ભાવશે ત્યારે આત્માનો અનુભવ આવશે. મીઠા મારમાં
For Private And Personal Use Only