________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૫
જેથી આત્માની ઓળખાણ થાય, વિકાસ, ઉન્નતિ સધાય. અને ભવની ભાવટ ભાગે. અનુક્રમે અનંત સુખના સ્વામી બનાય ! આત્મજ્ઞાન, ધ્યાન વિના મિથ્યાત્વ, અવિરતિ, કષાય,
ગ, પ્રમાદ, વિકથાઓ વિગેરે ટળતાં નથી. તેથી જે પ્રકાશની અગત્યતા છે, જરૂર છે. તે ક્યાંથી પ્રાપ્ત થાય? તેથી તે જગતમાં અંધકાર વધે છે. અને તે સર્વત્ર ફેલાય છે. આવા અંધકારને હઠાવવા, જ્ઞાનપ્રકાશને પ્રાપ્ત કરો? આત્મજ્ઞાનને પ્રકાશ સૂર્યના પ્રકાશથી અનંતગણ અધિક છે. રાત્રીમાં પણ ઝળહળી રહેલ હોય છે. બીજા પ્રકાશ સમય આવી લાગતા અસ્ત થાય છે. પરકમાં પણ પ્રાયઃ સાથે આવતા નથી. પણ આત્મજ્ઞાનને પ્રકાશ કદાપિ અસ્ત થતો નથી. પહેલેકમાં પણ સાથે ને સાથે આવી એક્ષમાર્ગે જવામાં સુગમતા, સરલતા કરી આપે છે. અને જ્યાં સુધી પરમપદ ન પામીએ ત્યાં સુધિ આવેલા વિદને હઠાવી અનુકુલતા કરી આપે છે. વ્યાવહારિક કાર્યો તે પ્રકાશ દ્વારા આશંસા રહિત થાય છે. ભલે આખું જગત રૂઠે કે, પ્રશંસા કરે. તે પણ, શેક, સંતાપાદિક થતો નથી. અને હર્ષઘેલા બનાતું નથી. આગને કહે છે કે, આત્મજ્ઞાનને પ્રકાશ, પ્રભાવ કે મહિમા અવર્ણનીય છે. વૈખરી વાણું દ્વારા પણ કહી શકાય નહિ. આવા પ્રકાશ, પ્રભાવને કણ ન ઈચ્છે? કલ્પવૃક્ષ, કામધેનુ, પારસમણિ, કે ચિત્રાવેલી, પરલોકમાં સાથે આવતા નથી. આત્મપ્રકાશ તે સાથે ને સાથે આવે છે. અને અચિંત્ય સત્ય સુખને અર્પણ કરે છે. આવા
For Private And Personal Use Only