________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
માફક આત્મા સાથે લાગેલ છે. તે કર્મોને દૂર કરવા જ્ઞાન પૂર્વક શુભ ધાર્મિક ક્રિયાઓ કરવી. અને જે ક્રિયાઓ કરૂં છું. તેનાથી, કર્મો દૂર ખસો એવું સાધ્ય રાખવું. અને સાધન પણ, કર્મો દૂર ખસે એવા મેળવવા તેથી આત્માની ઓળખાણ થશે. અને તેના દેશમાં આનંદપૂર્વક જવાશે. તથા ભણીગણીને એવું વર્તન રાખવું કે, મિથ્યાત્વ, અવિરતિ કષાય, યુગ, અને પ્રમાદને ત્યાગ થતા જાય. પંડિત બનીને વિષય કષાયનું જોર અલ્પ થાય નહિ તે, તેમની પ્રજ્ઞા, મતિ, બુદ્ધિ વૃથા છે. આત્મિક વિકાસને સાધવામાં તે પંડિત સમર્થ બનતું નથી. બલકે સંસારની રખડપટ્ટીને વધારી મૂકે છે. માટે પંડિત બનીને, ભણીગણીને જે આત્માને ઓળખ્યો નહિ. વિકાસ સાધે નહિ. તે સદ્ગુરૂ કહે છે કે, “ભણના ગણના સબહી જુઠા, જબ નહિ આતમ પીછાના, વર વિના ક્યા જાન તમાસા, લુણ વિણ ભોજનકું ખાના. ” જાન લઈને સગાંવહાલાં પુત્રને પરણાવવા પરગામ જાય છે. ધવલ મંગલ ગીત ગાઈ મહાલે છે. પણ વરને આનંદમાં ભૂલી જાય તે આ તમાસો જ કહેવાય ને? તેમ આત્મસાધ્યને ભૂલી સર્વે ક્રિયાઓ તમાસા, આડંબર રૂપ બને. જે જોઈએ તે લાભ કયાંથી મળે? લુણ વિના ભેજન નિરસ લાગે છે. તેમાં મીઠાશ આવતી નથી. તેની માફક, આત્મરસ વિના ક્રિયાઓમાં અગર ભણવા-ગણવામાં, ઉપદેશ આપવામાં, સત્ય રસ પડવો જોઈએ તે ક્યાંથી પડે! ઉપદેશ આપવામાં રસ આવે
For Private And Personal Use Only