________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
સાધન કરવી. તે પણ રાગ, દ્વેષ અને મેહનો ત્યાગ કરીને કરવી. અન્યથા એકદમ ચઢવા જશો તે, વિવિધ વિદનો આવશે. પડવાનું થશે.
એક સ્વાદી અને સ્વાર્થી માણસની માફક-એક માણસે સંસારના ઘણા પદાર્થો પ્રાપ્ત કર્યા. પણ તેથી તેને સંતોષ થયે નહિ. જેમ જેમ રસ ગારવમાં, રસની આસક્તિમાં આગળ વધે છે. તેમ તેમ પ્રથમ મીઠાશ આવે છે. પણ પરિણામે અજીર્ણ થતાં, અનેક વ્યાધિઓ ઉપજતી હોવાથી પીડાઓ પામે છે. અને લેભવૃત્તિ હોવાથી સ્વાર્થ સાધવા ઘણે પ્રયાસ કરે છે. પણ જ્યારે ખામી અગર હાની થાય છે ત્યારે, બીમાર પડ્યો હોય તેવી દશા આવી લાગે છે. તેથી કઈકને પુછે કે, રસ સ્વાદને અનુભવ કરતાં અજીર્ણ થાય નહિ અને આગળ રસ કાયમ રહે, પરંતુ એ છે થાય નહિ, તેમજ સ્વાર્થ સાધતાં ખામી કે હાની થાય નહિ, તે ઉપાય બતાવે તે તમે ખરા ! આ મુજબ શ્રવણ કરીને તે શ્રવણ કરનારે કહ્યું કે, તું સમાધિ લગાવ. એટલે સર્વે આશાઓ પૂરી થશે. સમાધિ કેવી રીતે લગાવું તે કહો ? કેઈયેગી મહાત્મા પાસે જા. તને યેગના, સમાધિના ઉપાય તે બતાવશે. આ ભાઈ સાહેબ ? સ્વાદ, અને સ્વાર્થને બરાબર સાધવા કેઈ એક યેગી પાસે ગિરનારની ગુફામાં ગયે. અને જલ્દી સમાધિ થાય તેના ઉપાયે પુછયા. ગીબાવાએ કહ્યું કે, વ્રત, નિયમે કરતા, સમાધિને ઉપાય ગાજે પી તે છે. તેથી તેને દમ લગાવવાથી મસ્તક ઉપર
For Private And Personal Use Only