________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૭
આત્મા ઓળખાશે. સ્વાદ અને સ્વાર્થ અગર માયા અને મમત્વ, સાધકમાં બાધક રૂપે રહેલ છે. તેને ત્યાગ કરતાં વ્રત, નિયમ, પ્રત્યાખ્યાનાદિની સફલતાને ધારણ કરશે. અને આગળ વધતાં પ્રભુના જાપે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને સમાધિમાં અનુક્રમે આગળ વધાશ. અધિક જ્ઞાન મેળવવું હોય તે, ગુરૂ આચાર્ય–બુદ્ધિસાગર સુરીશ્વરજી રચિત
આત્મશક્તિ પ્રકાશ ગ્રન્થને ખ્યાલ રાખી વાંચે. મનન કરે. સુગમતાએ અને સરલતાએ, આત્મદેશમાં આરૂઢ થવાના ઉપાયે તે ગ્રંથમાં બતાવેલ છે. સંસારના સુખમાં મહાલવાપૂર્વક, સોહને જાપ કરવાથી, આત્મપ્રદેશમાં ગમન કરાતું નથી. તેમજ અનુભવ પણ આવતો નથી. માટે અહિંસા, સંયમ અને તપની રીતસર આરાધના કરીને જાપ જપે. આજ, મેક્ષ મહેલની નિસરણી છે. એટલી શક્તિ મેળવી, પગથી ઉપર ચઢતાં અનુક્રમે મેક્ષમાં આરૂઢ થશો. પ્રથમ તો અહિં ઘાતી કર્મોને દૂર કરવા આપણે નિર્લેપતા રહેવું. કઈ પ્રકારની ઈચ્છા, આશા, અનંત છે તેને ત્યાગ કરે. તેથી અંશે અંશે મેક્ષને આવિર્ભાવ થાય છે. અને જ્યારે આઠે કર્મો ખસે છે ત્યારે, સર્વદા, સર્વથા મેક્ષમાં આરૂઢ બની, અનંત સુખને લહાવે, અનંતકાલ સુધી મળે છે. તેને અંત, નાશ થતો નથી જ. મેક્ષ મહેલને સાચો માર્ગ, નિસ્સરણી, સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ ચારિત્રમાં જ રહેલ છે. તેમાં અહિંસા, સંયમની, અને તપસ્યાની ખાસ અગત્યતા રહેલી છે. એટલે સાધકે, પ્રથમ વ્રત, નિયમ, જપાદિકની
For Private And Personal Use Only