________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
જ્ઞાની મુનિરાજે ઉત્તર આપ્યું કે, અરે શેઠ ? મારૂ મારૂ કરીને મહેલ બંધાવ્યો અને સાત પેઢી સુધી રંગ રેગાન રહે તે પ્રમાણે કરવાનું તમારા મુનિમને તમેએ કહ્યું. પણ તમારૂ આયુષ્ય હવે સાત દિવસનું છે. તમારે આલીશાન બંગલાને ભેગવટે, આયુષ્ય પુરૂ થયા પછી, મરણ પામી, ઘણા પાપ બાંધી, તથા પાપી બનીને પરલેકમાં અનિચ્છાએ પણ જવું પડશે. તેથી કયારે કરશે ! પાછળ રહેનાર આ મહેલમાં નિવાસ કરશે. તેને માટે આટલી બધી મમતા કેવી ! તે પરિવારના ભાગ્યમાં ભેગવટે હશે તે જ તેઓ નિવાસ કરશે અન્યથા અન્યની પાસે જશે. આમ સમજી અમોને સહજ હસવું આવ્યું. આ શ્રીમાન શેઠને, આ મુજબ સાંભળી પીડાને પાર રહ્યો નહિ. અને વિચાર કરવા લાગ્યા કે, હું સો વર્ષો યાવત્ જીવન ગુજારીશ એવી આશા હતી. પરંતુ હવે તે ગુરૂના કહેવા મુજબ સાત દિવસનું આયુષ્ય છે. હવે પાપિ કયારે નાશ પામે અને પરલેકમાં પણ અનુકુળતા શાથી રહે, તેને શો ઉપાય ? આ પ્રમાણે ગુરૂદેવને શેઠે પુછ્યું ત્યારે ગુરૂદેવે કહ્યું કે, સાત દિવસોમાં ધારણા મુજબ ધર્મ, પરેપકારાદિ કરી શકાય છે. માટે વલયાતને ત્યાગ કરી ધર્મની, સંયમની આરાધના કરી લે. તેથી પાપ ઘટશે. અને પુણ્યબંધ થશે. તેથી પરલેકમાં સુખી થઈશ. ભયભીત બન નહિ. મનુષ્ય, સમજણમાં આવ્યા પછી એક દિવસમાં સર્વ સંગોને ત્યાગ કરીને આત્મકલ્યાણ સાધવા સમર્થ બને છે. આ પ્રમાણે સાંભળી
For Private And Personal Use Only