________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩ રાખેલી હોય તો તે ઠીક ગણાય. નહિતર તેમાં અનિષ્ટ નિમિત્તે દુઃખદાયી બને. તેમાં આચારને દેષ છે. માટે અરે માનસિક વૃત્તિઓના સ્વામીએ? મનને તપાસી જુઓ. મન સાથે વાત કરે. મન તે તમારી પાસે જ છે. દૂર નથી. મન પરિભ્રમણ કરતુ હોય તે, કબજે કરવા પૂર્વક પુછે કે, તે કેવા કેવા વિચાર કર્યા? કેવી કેવી અભિલાષાઓ રાખી ! “સારી ભાવના સહિત સદાચારનું પાલન કર્યું હશે તે દુખ ઉપસ્થિત થશે નહિ. કદાચ ભૂલથી અજ્ઞાનતાના
ગે અનિષ્ટ સંગ દ્વારા કષ્ટ આવી લાગશે. તે પણ સહન કરી લેવાશે. કષ્ટ જેવું ભાસશે નહિ. તેમાંથી વિજયની ચાવીઓ, ઉપાયે હસ્તગત થશે. માટે દુન્યવી પદાર્થોને મારા મારા છે તેમ માને નહિ. મમત્વના ગે ચિન્તા, શોક, સંતાપ, વલેપાત વિગેરે આવી લાગે છે. માટે વિવેક કરી મનની તપાસ કરે. સદ્દગુરૂ કહે છે કે, તમારૂ શરીર તે દૂર નથી. છતાં તેની સંભાળ રાખવા દરરેજ પ્રયત્ન કરે છે. વ્યાધિ થતાં દવા કરી તે વ્યાધિને દૂર કરવા ચિન્તાપૂર્વક પ્રયાસ કરે છે. તેમજ સો વર્ષ જીવવાની આશા તે છે. છતાં તમારૂ ધાર્યું થતું નથી. એવા એવા નિમિત્તો આવી લાગતાં અણધાર્યો ઉચાળા ભરે પડે છે. ઈચ્છા વિના પણ મરણને શરણ થવું પડે છે. તે વેળાએ તમારે કેણ બેલી થશે? તેનો વિચાર, વિવેક કરવાની પણ જરૂર છે. સદ્વિચારના આધારે વિવેક પણ આવશે. અને વિવેક આવતાં તમારી સાચી વસ્તુ શું છે તે માલુમ પડશે. અને તેથી તેનો આદર થશે.
For Private And Personal Use Only