________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨ માંદ્યની ત્રાદ્ધિ તારી જાણી, ભ્રમણ ભાઈ પરિહરે; બુદ્ધિસાગર આત્મધ્યાને, વંછિત કારજ સેરે.
ફેગટ મારા સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, સાંસારિક પદાર્થોને પિતાના માની, તેઓને પ્રાપ્ત કરવા જીવનપર્યત જીવો પ્રયાસ કરી રહેલ છે. પણ તે પદાર્થ કદાપિ તમારા થવાના નથી. અને થશે પણ નહિ. તે વસ્તુઓ તે તમારી શુભ ભાવના હશે અને તેના વેગે, સદુપયોગ કરશે તે સહારે આપવા સમર્થ બનશે. અન્યથા ભ્રમણમાં ભૂલા પાડી, ચારે ગતિના ચકાવામાં નાંખી દેશે, તમને સુખ વહાલ લાગે છે. તે મારા તારાની માનસિક વૃત્તિઓને ત્યાગ કરે. તે વસ્તુઓ તમારી હોય તે, વખત આવી લાગતાં કેમ ખસી જાય છે! ઈચ્છા તો સદાય તમારી પાસે જ રહેલ છે. છતાં તે ઈચ્છા બર આવતી નથી. અને અફસોસ કરાવીને તે દૂર ખસે છે. અને અનિષ્ટ સંગો આવીને હાજર થાય છે. તે પછી તે ભેગી કરેલી, તેમજ એકત્ર કરવા માટે પ્રયાસ કરે છે. તે તમારી ક્યાંથી થશે? નહિ જ થાય. તમને સુખ પસંદ છે. પણ સુખના જે જે ઉપાયો છે. તેને આદર કરતા નથી. શરીરને નિરોગી રાખવા, શું તમેએ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે? ખાનપાનમાં વિવેક લાવ્યા છે ? મહામહેનતે મેળવેલી ધનાદિક વસ્તુઓને સન્માર્ગે વાપરી છે ? તેમજ અભયદાન, સુપાત્રદાન, જ્ઞાનદાન, અનુકંપાદાનાદિક કર્યા છે? જે કર્યા હોય તે સુખશાતાની અભિલાષા
For Private And Personal Use Only