________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૯
કહીને બોલાવે છે. પણ તેણીને પિતાની માતા તરીકે માનતે. નથી. તથા વ્યવહારમાં વડીલ માતપિતા રહેલ હોય ત્યારે સ્વપિતાને બાલક, ભાઈ તરીકે તથા માતાને ભાભી અગર બેન તરીકે બોલાવે છે. અને કાઠીઆવાડ-સૌરાષ્ટ્રમાં તે માતાને વહ કહીને બોલાવે છે. પણ તે બાલક મેટો થતાં મનમાં સત્ય પિતા અને સાચી માતાને જાણે છે. તે મુજબ વ્યવહારમાં વર્તો. છતાં અન્તરમાં તે અલગ રહીને ક્ષમા તથા વિવેકરૂપી સત્ય માતાપિતાને ધારણ કરી, માયામમતાને ત્યાગ કરે. આ સિવાય સત્યાનંદને પ્રાપ્ત કરવાને બીજો કોઈ ઉપાય નથી. માતપિતા પણ પુણ્યદય હોય ત્યાંસુધી વહાલ રાખે છે. જ્યારે પાપોદય જાગે છે ત્યારે કોઈ પણ સ્વજનવર્ગ સહારો આપવા સમર્થ બનતું નથી. આપણે નજરે નિહાળીયે છીએ કે, કેટલાક માતપિતા જન્મેલા બાળકને મારી નાંખે છે. અગર રખડતા મૂકે છે. તેની સારસંભાળ પણ લેતા નથી. અને પુર્યોદય જાગતાં તે રખડતું બાળક, કેઈ બીજાના હાથમાં આવે છે. અને ત્યાં તેનું સારી રીતે પાલન પિષણ થાય છે. તેમ જ મોટે થતાં કેળવણી પામી સત્તાધારી, અધિકારી બને છે. તેને ઘણા માનવો પગે પડતા પણ આવે છે. તેમજ કેટલાક, ત્યાગ, સંયમને સ્વીકાર કરી પિતાનું હિત, કલ્યાણ સાધવા સમર્થ બને છે. માટે અન્તરમાં નિર્લેપ રહીને રાગ, દ્વેષ, મહાદિકની કારમી કતલથી અલગ રહે અગર અલગ રહેશો તે બચી શકશે. નહિતર, એક ઘેઘર બિલાડાએ ઉંદરોને મારી
For Private And Personal Use Only