________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
ખાતર રૂપીયાની ખાણ ધવા માટે નિકળે છે. પણ ખાણ હસ્તગત થતી નથી. તેથી અફસોસ કરતા ચારે બાજુએ પરિભ્રમણ કરે છે. તેવામાં દરિયાના કિનારે અગર શુષ્ક નદીમાં રહેલ છીપલીઓને રૂપ માની, તેણીઓને ગ્રહણ કરી પોતાના ઘેર આવે તો, તે છીપલી રૂપાનું કાર્ય કરશે કે ? નહિ કરે. અને કરેલી મહેનત માથે પડવાની જ. તે પ્રમાણે જડ વસ્તુઓમાં સત્ય સુખના સાધને માની, કપટ કલાઓ કેળવી, દગાપ્રપંચો કરી, તથા અથાગ પ્રયત્ન કરી, તે જડ વસ્તુઓ મેળવે છે. પણ તે વસ્તુઓ નિશ્ચિત કયાંથી બનાવે ? તે વસ્તુઓ, ચિન્તા વધારી આત્મ તાકાતને ઓછી કરે છે. તેથી ચેતન, આત્માની શક્તિ કેટલી છે તેની ખબર પડતી નથી. અને તે વસ્તુઓ માટે કરેલી મહેનત ફેગટ થાય છે. એટલી મહેનત, પ્રયત્ન, આત્મિક ગુણને નિરખવામાં અગર મેળવવા માટે કરવામાં આવે તે, કામ નીકળી જાય? પણ જડવસ્તુઓને મેળવવા ધાયે. તેથી પિતાની આત્મિક શક્તિ, ચેતના તરફ ખ્યાલ રાખે નહિ. તેથી જ આધિ, વ્યાધિ અને ઉપાધિની ચિન્તાઓ થઈ કયારે આ દુઃખ દૂર ખસશે તેને વારે વારે વલોપાત થયા કર્યો છે. માટે જડ વસ્તુઓમાંથી પ્રેમને ઓછો કરી, આત્માની શક્તિને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. અરે માનવીએ? કુટુંબકબીલા પરિવારનું પિષણ કરવા ખાતર અનેક પાપ કર્યા. દીન, હીન તરફ દયા રાખી નહિ. તેઓને વિવિધ પ્રપંચ કરી દુઃખી કર્યા.
For Private And Personal Use Only