________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
sot
તેને હઠાવવા તૈયાર થાએ. આ પ્રમાણે શીયાળની ખીના સાંભળી, ગર્જના કરતા તે કહેવા લાગ્યા કે, ખતાવ. તે કયાં છે ? શીયાળે કહ્યું કે, તમને દેખાડું. આમ કહીને આગળ જઈને કહ્યું કે, તમારા ભય લાગવાથી આ પાણીથી ભરેલા કુવામાં તે પડયો છે. માટે તેમાંથી બહાર કાઢીને નસાડી મૂકવા જોઇએ. નહિતર તેમાંથી નિકળી આપની સાથે યુદ્ધ કરશે. માટે પ્રથમથી ચેતીને તેને કુવામાંથી બહાર નિકાલા. આ મુજબ સાંભળી અજ્ઞાનતાથી ભ્રમણામાં ભૂલા પડી, પેાતાના પડછાયાને જ આવેલ સિંહ માની, કાપાતુર બની, ગુર્જના કરતાં તેણે કુવામાં ભૂસ્કા માર્યાં. કે, તરત બહાર નીકળી શકાયુ નહિ. અને તે કુવામાં પડી મરણ પામ્યા.
આ પ્રમાણે મુખ્ય માનવીએ, પર વસ્તુઓને તથા પડછાયાને સત્ય માની, ચાર ગતિમાં વાર વાર ભટકી મહાદુઃખને પામે છે, શિયાળરૂપી માયાએ, સિંહ જેવા આત્માની ભૂરી દશા કરેલી છે. શાથી ? મિથ્યાત્વના યેગે, સત્યને ભૂલી અસત્યને સાચુ માની, તેમાં મેઘેલા બનાવ્યા. તેથી, સદ્ગુરૂ પુનઃ પુનઃ ઉપદેશ આપે છે કે, અરે ! માયાના પાસલામાં ફસાઈ, આત્મશક્તિને વૃથા ગુમાવી, જન્મમરણ અને જરાની વિડ‘મનાએ શા માટે સહન કરો છે ! કેટલાએ, રાગ, દ્વેષ, મે!હ માયામાં મસ્તાન ખની, આત્મ શક્તિને ગુમાવી, અનતી પીડાએ સહન કરી છે. તેની ગણત્રી નથી. અનંતી પીડાઓ, પરવશપણાએ સહી છે. વળી કેટલાક, સ'સારના વિષય વિલાસે મનગમતા ભોગવાય, તે
For Private And Personal Use Only