________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૩
આત્મજ્ઞાન, ધ્યાનના ગે તે પ્રેમને જુદા પાડી આત્માના સ્વરૂપને ઓળખી ચીકણા કર્મો બંધાય નહિ. તે મુજબ સંસારને જુદો ગણી, કાયા, માયા, વિષયમાં હે ચેતન? ઘણા ધસ્યા જાઓ નહિ. અન્યથા સુખશાંતિનો વારો આવશે નહિ. તમે કહેશે કે, આત્મા દેખાતો નથી. અને કાયા, માયા નજરે દેખાય છે. માટે નજરે દેખાતી વસ્તુની માયા, પ્રીતિ રાખીયે છીએ. તેના ઉત્તરમાં સમજવાનું છે, જે સઘળાં ખાવા પીવા વિગેરેના ભેગવિલાસો કરે છે. તે કોના આધારે! જે આત્મા ન હોય તે, એક પણ કિયા બની શકે છે ખરી! તમેએ આત્મા રહિત મડદાને જોયું તો હશે જ ! અને અનુભવ પણ કર્યો હશે જ ! તે મડદાને પિકારો પાડી પાડીને બેલા તે પણ તે સાંભળે છે ખરું? ના. અગર વહાલ પૂર્વક તેને ખાન, પાન કરાવે તે પણ તે મૃતક ખાશે પીશે કે નહિ જ, જ્યારે આત્મા વિદ્યમાન હોય છે ત્યારે જ, પ્રેમ સાથે બોલાવો તે સાંભળશે. ખાનપાન કરાવશો તો તે કિયા કરશે. માટે આત્મા છે. પણ કાયા માયામાં મળેલ હોવાથી, તમારી નજરે તે દેખાતે નથી. પરંતુ કેવલજ્ઞાનીએ તે સાક્ષાત્ નિહાળી રહેલ છે. માટે તે માયા વિગેરેને જુદા જાણે આત્માને ઓળખો. મૈત્રીભાવના, પ્રમોદ, અનુકંપ, મધ્યસ્થ ભાવનાનું જ્ઞાન કરી તેમાં વિચાર, વિવેકને સાથે રાખી, તેમના સાધનને સહારો લઈ, આત્માને ઓળખવા માટે સારી રીતે બલ ફેરવ. તે જરૂર આત્મા છે. તેમ માલુમ પડશે. અનાદિ
For Private And Personal Use Only