________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
તેની ગણત્રી કરી છે! તપાસ કરી છે? તમે તે માનતા હશે કે, પિષણ કરેલે પરિવાર સાથે આવશે. અને પરલેકમાં દુઃખદાયી વેલાયે સહારે આપી દુખને ઓછુ કરશે. આમ ધારણા રાખશે તે તે વૃથા છે. તે તે તમારી કદાપિ થશે નહિ. અને પ્રતિકુલ થતાં ઉલટ વૈરવિરોધાદિ કરીને દુખ, સંકટ વધારી મૂકશે. માટે દષ્ટિ ખેલકર અરે હંસા ? દેખી લે. બરોબર નિરીક્ષણ કરી લે. કે, સંસારમાં રખડાવનાર રાગ દ્વેષ અને મેહની ચારી, પ્રીતિ અસત્ય છે. ખરાબમાં ખરાબ છે. તેમાં ઘેલા બની આત્મહિત ચૂકશે નહિ. જે ભૂલ્યા તે જેમ અનંત કાલ વિડંબના, વિપત્તિમાં વ્યતીત કર્યો. અને તેથી પુનઃ એ વખત આવી લાગશે કે, અનંતકાલ ભવિષ્યમાં યાતના, વિપત્તિમાં ફસાઈ પડવું પડશે. જેમ કુતરાએ, અરિસામાં પડેલા પિતાના પ્રતિબિંબથી અજ્ઞાનતા સામા ઘણા કુતરાઓને દેખી બહુ ભસે છે. મારામારી કરવા સામા ધરે છે. તે તે પડછાયે હોવાથી તેઓને કાંઈ થતું નથી. પરંતુ તેથી તેઓ પોતે જ દુઃખી બને છે. તે મુજબ અનુકુળતા આવતા આસકિત ધારણ કરે છે. અને પ્રતિકુળતા થતાં બોલાબાલી કરવાપૂર્વક મારામારી કરવા પણ ધસે છે. તેને યેગે તમો જ પીડા પામે છે. માટે અરે ચેતન હંસા ? તમારૂ સ્વરૂપ વિચારો ? હંસ ક્ષીરનીર ભેગુ હોય તે પણ ક્ષીર, દુધ અને નીર, પાણીને જુદા કરે છે. તે મુજબ સંસારની પ્રીતિ અને આત્માના ગુણે ભેગા મળેલા છે. તેમાંથી
For Private And Personal Use Only