________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૦
સત્તાને દબાવી રાખી છે. તેથી જ તમને એક ઘડી પણ સુખશાતા મળી નથી મનની સ્થિરતા ઝામી નથી. માટે રાગ, દ્વેષ, મહિને, આત્મજ્ઞાન દ્વારા હઠાવી, સમત્વને ધારણ કરે. તેના વેગે જ, અચલનિરંજન આત્મતિ , પરમપદ પામવા, અને કષ્ટને હઠાવવા, શ્રી બુદ્ધિસાગર જીનેશ્વરનું ધ્યાન ધરે. આ મુજબ સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી બાવીસમા પદમાં ફરમાવતાં કહે છે કે, અમે પણ પરમપદને પામવા અરિહંત જીનેશ્વરનું ધારણા રાખી ધ્યાન ધરીએ છીએ. તમે પણ પ્રમાદને ત્યાગ કરી વીતરાગ, અરિહંતનું ધ્યાન કરી આત્મોન્નતિ કરશે.
હવે સદ્ગુરૂદેવ, કર્મોએ દબાએલ ચેતનાને સ્વાધીન કરવા અને સ્વપર આત્માનો ઉદ્ધાર કરવા ૨૩મા પદના કાવ્યને કહે છે કે,
(અજપા જાપે સુરતા ચાલી. એ-રાગ) સ્વમા જેવી દુનિયાદારી, કદી ન તારી થનારી, દૃષ્ટિ ખેલકર દેખે હંસા, મિથ્યા સબ જગકી યારી,
સ્વમા ||૧|| દર્પણમાં પ્રતિબિબ નિહાળી, શ્વાન બ્રાંતિ બહુ ભર્યો, જુઠી માયા જુઠી કાયા, ચેતન તેમાં બહુ ધ.
સ્વમાત્ર પુરા
For Private And Personal Use Only