________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૭
આત્મોન્નતિના સાધનોને મેળવી હર્ષાતુર બનશે તે, તમારી પ્રવીણતા, પ્રમાણિક્તા, વ્યાવહારિક જ્ઞાનની પ્રશંસા વિગેરે થશે. નહિતર, આશારૂપી ખાડાને પૂરવા જેમ જેમ પ્રયાસ કરશે, તેમ તેમ તે ખાડો ઉડી જતે જશે. કદાપિ પૂર્ણતા પામશે નહિ. આશારૂપી બેડીથી જે બંધાએલ છે. તે પ્રાણીઓ ચારે ગતિઓમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરી અસહ્ય પીડા ભેગવે છે. આશા અવલચંડી છે. તેણીને બાંધી રાખીયે તે સારા જગતમાં દેડદોડ કરવામાં બાકી રાખે નહિ. અને કદાચ લાભ દેખાય તો જોઈ લો તેની ગમ્મત? દરિયા કિનારે અગર નદી કિનારે, છીપલીયે દેખી, રૂપાની ભ્રમણાએ આશાબદ્ધ માણસે વિચાર કર્યા વિના દેટ મૂકે છે. આ દોટ, ધમાલ કેણ કરાવે છે? અવલચંડી આશા.
જ્યારે તેને ત્યાગ કરી ત્યારે તે પરિભ્રમણ કરતી નથી. અને સ્થિરતાને ધારણ કરવા પૂર્વક આત્મગુણમાં લીન થાય છે. આવી તેની અવળી ગતિ છે. આની સવળી ચાલ કરવી હોય તે, તેણીને રજા આપો. બાંધી રાખે નહિ. બાંધેલી બહુ તોફાન મચાવશે. મુક્ત થએલ તે આત્મસાધન ઉપર પ્રીતિ ધારણ કરીને તેને મેળવશે. માટે સાંસારિક સુખની આશામાં મેહઘેલા બને નહિ. તન, મન, ધનાદિકને પામીને આત્મકલ્યાણ ક્યારે કરશો! તન, મન, અને ધન વિગેરેથી તમે સાધન સંપન્ન છે. તેને સાચે લ્હાવો લેવા માટે ક્યારે પ્રયત્નશીલ બનશે? આશાની બેડીમાં બંધાએલ તમે, જે તદ્દન નીચ કામ કરશે તો તદ્દન હલકી નરક
For Private And Personal Use Only