________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
રાણી પિંગલાએ મને તે ફળ અર્પણ કર્યું છે. મહારાજાએ પિંગલાને કહ્યું કે, અમે તને જે અમૃતફલ આપેલ હતું તે
ક્યાં છે? તેણીએ કહ્યું તમારા કથન મુજબ મેં ખાધુ. હવે તે ક્યાંથી લાવું? મહારાણી તમે તદ્દન અસત્ય બોલે છે. તમે ખાધુ નથી. પણ મહારા કરતા અધિક વહાલા પ્રિયતમને તમે આપેલ છે. તે સાચુ છે? જે ખાધુ હતા તે આ ફલ મારી પાસે ક્યાંથી આવે ? સાક્ષાત્ આપેલ ફલને દેખી પિંગલા દિગમૂખ બની. ઉત્તર આપી શકી નહિ મૌન ધારણ કરવા પૂર્વક નીચે મુખ રાખી ભૂમિ તરફ જેવા લાગી. રાજા હવે સમજી ગયું કે, રાણીએ બેવફા થઈને દગો દીધે છે. સંસારના વિલાસ ક્યારે દગો દેશે, તે જાણી શકાય નહિ. વિલાસ પરિણામે વિનાશને નેતરે છે. આટલા દિવસે મારા વૃથા વ્યતીત થયા. આ મુજબ સંસારના સુખની સ્થિતિને ખ્યાલ આવતા પ્રજ્ઞાવાન્ હોવાથી કાવ્ય વદે છે કે,
।। यां चिन्तयामि सततं मयि सा विरता,
साप्यन्यमिच्छति जनं सजनोऽन्य सतः ॥ अस्मत्कुते च परितप्यति काचिदन्या,
धिक् तां, च तच मदनं च इमां च मां च ।। જેની સારસંભાળ રાખવા નિરન્તર હું ચિન્તાએ કરું છું. સદા નિરોગી રહે અને બલવતી બની રહે તે માટે ક્ષણે ક્ષણે ચિન્તાતુર બનું છું. તેજ મારા ઉપર વિરક્ત, રાગ વિનાની બની, અન્યજનને ચાહે છે અને તે નિરેગી,
For Private And Personal Use Only