________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસન્ન થયા. હવે અમૃત ફલ મળ્યા પછી પિંગલા રાણી વિચાર કરે છે કે, મારા પ્રેમી મહાવતને અર્પણ કરૂ તે તેની સાથે વિષય-વિલાસ સારી રીતે ભેગવાય. તેથી પિતે ન ખાતા તેણીએ મહાવતને તે વસ્તુ આપી, તેને પ્રભાવ કહ્યો. અને કહ્યું કે તે નિરોગી અને બલવાન હઈશ તે વિલાસમાં અધિકાનંદ આવશે. અમૃત ફલ મળ્યા પછી મહાવતે વિચાર કર્યો કે, મારા ઉપર પ્રીતિ રાખનારી વેશ્યાને આપું તે, તે ઘણી ખુશી થશે. અને અધિક માન સત્કાર કરશે. માટે તેણીને અર્પણ કરૂ. વેશ્યાના હાથમાં આ ફલ આવ્યા પછી તે વિચાર કરે છે કે, હું બલવતી બનીને તથા અમર જેવી બનીને અધિક પાપ બાંધીશ. આ ફળ ખાધા કરતાં મહારાજાને અર્પણ કરીશ તે તેઓ રીતસર પ્રજાપાલક બની, પરોપકાર વિગેરેમાં જીવન વીતાવશે. આવી શુભ ભાવનાના વેગે, વેશ્યાએ તે ફલ મહારાજાને આપ્યું. ભર્તૃહરિજી વિચારમાં પડ્યા. આ ફલ મુકુંદ બ્રાહ્મણે મને આપ્યું હતું. અને મેં મહારાણી પિંગલાને પ્રેમથી આપ્યું હતું. આ ફળ આ વેશ્યા પાસે ક્યાંથી આવ્યું હશે? આમાં કંઈક ભેદ લાગે છે. તેથી વેશ્યાને પુછયું. તું આ ફલ ક્યાંથી લાવી? અને કોના તરફથી મળ્યું. સત્ય બોલીશ તે નિર્દોષ ઠરાવીશ. અન્યથા દેહાંત દંડ થશે. ભીતિ પામેલ વેશ્યાએ કહ્યું. મને તમારા વહાલા મહાવતે આપ્યું છે. મહાવતને બોલાવી બરોબર ધમધમાવીને કહ્યું કે, આ અમૃતફલ તને કોણે આપ્યું ? સાચુ બેલ. નહિતર અહિં જ પૂરે કરી નાંખીશ. મરણના ભયથી તેણે કહ્યું કે, મહા
For Private And Personal Use Only