________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધના કરું તે તે પ્રસન્ન થઈ મારૂ સંકટ કાપશે. આમ ધારણા રાખી તેણે માતાની અનન્યભાવે આરાધના કરવા માંડી. બે ત્રણ માસમાં માતા પ્રગટ થયા. અને કહ્યું કે, શા માટે મારી આરાધના તે કરી છે? બ્રાહ્મણે કહ્યું કે, હું ઘણે દુઃખી છું. માટે મને યથેચ્છ લમી, ધન આપો. માતાએ કહ્યું કે, તે પહેલાના ભવમાં પુણ્ય કર્યું નથી. તેથી તારા ભાગ્યમાં લક્ષ્મી, ધન છે જ નહિ. પણ તને અમૃત ફલ આપું છું. તેથી જે તું તે ફલને ખાઈશ તે નિરોગી અને બળવાન બનીશ. આ મુજબ કહી તથા અમૃત ફલ આપી માતા અન્તરધ્યાન થયા. બ્રાહ્મણે તે ફલને લઈ, સ્વઘરે આવીને વિચાર કર્યો કે, આ ફલને ખાઈને મારાથી અધિક લાભ, પરોપકારાદિ બનશે નહિ. માટે જે આ ફળ હું મહારાજાને અર્પણ કરીશ તો ખુશી થઈને મને ઘણું ધનાદિક આપશે. તે દ્વારા આજીવિકા ચલાવવામાં કષ્ટ પડશે નહિ. આમ વિચારી તેણે મહારાજાને તે વસ્તુ ભેટ તરીકે આપી. અને આ ફળ કેવા પ્રકારે પ્રાપ્ત થયું. તેની બીના કહી. તે સાંભળી રાજાએ મનમાન્યું ધન અર્પણ કરી તેને ખુશી કર્યો. મહારાજા ભર્તુહરિ, અમૃત ફલ મળ્યા પછી વિચાર કરે છે કે, પ્રાણપ્રિયા પિંગલાને આ ફલ આપું અને તે ખાય તે, તે નિરોગી અને બલવતી બનશે. અને અધિક પ્રીતિ ધારણ કરશે. તેથી વિલાસમાં વિન આવશે નહિ. અને અમર જેવી બનશે. માટે તેણીને અર્પણ કરૂ. પિંગલાની પાસે આવી, અમૃત ફલને મહિમા બતાવી, તેણીને અર્પણ કરી, મહારાજા
For Private And Personal Use Only