________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૧
આશા રાખવી તે વૃથા છે. ફેગટ છે. કારણ કે, એક દિવસ એવો આવશે કે, તે મહામહેનત કરીને મેળવેલ અને ચિત્ત દઈને સંભાળી રાખેલ તન, ધન, ગાડી, વાડી અને લાડી વિગેરેને મૂકવાને વખત આવી લાગશે અગર સર્વસંગે મળેલા સ્વજનવર્ગને પણ મૂકી, ઉઠીને પરલોકે પધારવું પડશે. તે વખતે આનંદ સાથે ગમન કરવા માટે પ્રથમ તૈિયાર થાઓ. જે તેવી તૈયારી કરી હશે તે બાધ આવશે નહિ. વિનો પિતાની મેળે દૂર ટળશે. નહિતર જેમ બાળકે ધૂળના ઘર બનાવે છે. અને મનોવૃત્તિ કલ્પિત તે ઘરમાં જુદી જુદી ધૂળની વસ્તુઓ બનાવી ગઠવે છે. તથા લાડુ બનાવી, દાળ શાક બનાવી ખાવા માટે બેસે છે. પણ તેમની ભૂખ ભાગતી નથી. અને માતપિતા બોલાવે ત્યારે, તે બનાવેલ ઘરને ધૂળ ભેગા કરીને જોજન કરવા
ડે છે. જ્યારે સાચુ ભજન કરે છે. ત્યારે કુદ કુદા કરે છે. આ મુજબ તમોએ પણ ધૂળ, રેતી, માટી, ચુના, સીમેંટના ઘર બનાવી, વિવિધ વસ્તુઓ, ફરનીચર વિગેરે ગોઠવ્યા. તે પણ વસ્તુતઃ માટીના અને ધૂળના છે. તે જ્યારે નષ્ટ થશે. ત્યારે પસ્તાવાનું થશે. માટે તેવા મકાને બનાવી અને રાચ, રચીલે ગોઠવી મલકાવા જેવું નથી. આતે સ્વપ્નમાં સુખડી ખાવા જેવું છે. અને રાજ્ય મળવા જેવું છે. જાગ્રત થતાં જે નજરે દેખાતું નથી. શા માટે ! સાચા સુખને અનુભવ કરવા પ્રમાદ કરે છે અને કપેલા મકાનોમાં તથા કલ્પિત વસ્તુઓમાં અગર રાજ્ય,
For Private And Personal Use Only