________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯ છે કે, તન, ધન, યૌવન પામીને તેની સફલતા, સાર્થકતા કરવા માટે ઘણા સાવધાન બને. ચેતીને ચાલશે તે જ સુખાભાસ જેવું કાંઈક મળશે. અન્યથા ક્ષણે ક્ષણે ચિન્તા આવીને વળગશે. વ્યાધિ, વિડંબનાઓ ઉપસ્થિત થશે. સાંભળે – (ચેતાવું ચેતી લેજો રે, એ છે બાલપણને બેલી. એ-રાગ) ચેતાવું ચેતી લેજો રે, એક દીન જરૂર ઉઠી જાવું, ધૂળની માયા ધૂળમાં મળશે, ફોગટ મન પસ્તાવું.
ચેતાવું શા સ્વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું, તન ધન જોબન પામી સંતે, શું મનમાં હરખાવું.
ચેતાવું, પારા આશા બેડીએ બંધાણ, પરધન ખાતે ખાવું, નીચાં કર્મ કરીને અંતે, નાહક નરકે જાવું.
ચેતાવું. ૩ ભૂલી આતમ જ્ઞાનકી બાજી, માયામાં લપટાવું, ભ્રમણામાં ભૂલીને ભાઈ બ્રહ્મસ્વરૂપ કેમ પાવું.
ચેતાવું. ૩ તારૂં તારી પાસે જાણી, મમતામાં દિલ લાવું, અલખ નિરંજન આતમજ્યતિ, બુદ્ધિસાગર ધ્યાવું,
ચેતાવું. પા
૧૮
For Private And Personal Use Only