________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
મળી રહેશે. દરેક પ્રાણુઓને આયુષ્ય પૂર્ણ થતા એકલા જવું પડે છે. કેઈ પણ સાથે આવતું નથી. આવેલ નથી. અને આવશે પણ નહિ. જ્યારે જશે ત્યારે એકલા જ જશે. સાથે મરજીવા થઈને એટલે આત્મવિકાસ સાથે હશે, તે સાથે આવશે. તેથી મરજીવા બનવા માટે શ્રીમદ્ બુદ્ધિસાગર એટલે કેવળજ્ઞાની તીર્થકરને, તથા આચાર્ય, સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરનો હાથ પકડે. એટલે તેમની આજ્ઞા મુજબ મરજીવા થઈને અપાર સંસારમાં તમારી શરીરનૌકાને ચલાવો. રાગ, દ્વેષ, મોહ, મમતા, અદેખાઈ વિગેરેને ત્યાગ કરવાપૂર્વક, મરજીવા થઈને રહેશે તે જ કાળને ઝપાટે લાગશે નહિ. અનુક્રમે દુનિયાદારીની જ જાલમાંથી અલગ થશે ત્યારે જીવનમાં અનહદ આનંદની લહેરીઓ આવતી રહેશે. અને મરજીવા થયા સિવાય રાગ, દ્વેષ, મેહના ઝપાટા લાગશે ત્યારે લહેરને બદલે લ્હાય, હાય, હૈયામાંથી ખસશે નહિ. જ્યારે સમ્યગૂજ્ઞાનીઓ, મરજીવા થઈને રહ્યા ત્યારે જ રાગ, દ્વેષ, મેહાદિને હઠાવી અનુક્રમે પરમપદને પામી અનંત સુખ, સમૃદ્ધિના સ્વામી થએલ છે. સર્વ સંતાપ, પરિતાપાદિકથી મુક્ત થયા છે. સિદ્ધ, બુદ્ધ થયા છે. અને અનંત, અક્ષય સ્થિતિને પામ્યા છે. માટે અરે મનુષ્ય દુનિયાદારીમાં આસક્ત બને નહિ.
આ પ્રમાણે એકવીસમા પદની રચના કરી હવે બાવીસમા પદની કાવ્ય દ્વારા રચના કરતા ઉપદેશ આપે
For Private And Personal Use Only