________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૭
હવે પેલે પારધિ જરૂર મારી નાંખશે. હવે શો ઉપાય ? વૃક્ષ ઉપર આરૂઢ થએલ અનુભવીએ ઠપકો આપે. મારૂ કહ્યું માન્યું નહિ. હવે તમારે મરવાને વખત આવી લાગે. દર બેઠેલ પેલે પારધિ, તમને હવે જીવતા રાખશે નહિ. આ મુજબ સાંભળી તે ટોળાએ આજીજી કરવા પૂર્વક વિનતિ કરી કે, હવે બચવાને કેઈપણ ઉપાય છે! તમે કહેશો તે મુજબ સાવધાની રાખી વર્તશું. હા ઉપાય છે. જો તમે સઘળા મરજીવા બનીને રહો તે બચાવ છે. બહાર દેખાવમાં મરણ પામેલાની માફક રહો, અતરમાં ચેતતા રહો. અને જ્યારે પેલે વાઘરી આવે, અને એક એકને મરેલા જાણી જાલના બંધનમાંથી મુક્ત કરી દૂર નાંખે, ત્યાં સુધી તમારે મરજીવા થઈને રહેવું. પાંખે પણ ફફડાવવી નહિ. જે ફફડાવશે તે તે તમને સઘળાને મારી નાંખશે ! માટે જ્યારે તમે જાલમાંથી છૂટા થાઓ ત્યારે, એકી સાથે આકાશમાં ઉડી જવું. આ પ્રમાણે વર્તન કરશે તે જ તમારે બચાવ થશે. નહિતર મરી ગયા જાણજો. આ મુજબ સાંભળી સઘળા પારેવા મરજીવા થઈને એકી સાથે આનંદથી ઉડી ગયા. અને તે વૃદ્ધના કહેવા પ્રમાણે વર્તવા લાગ્યા. આ મુજબ અનુભવી સમ્યગજ્ઞાની ફરમાવે છે કે, દુનિયાદારી એકદમ દૂર જશે નહિ. પણ વ્યાવહારિક કાર્યોમાં પારેવાના ટેળાની માફક મરજીવા થઈને રહેશે તે કાળનું જોર ચાલશે નહિ. થોડા ભામાં કાળને પરાજય કરવાપૂર્વક, અનંત સુખ, સમૃદ્ધિનું સ્થાન
For Private And Personal Use Only