________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ ઈચ્છાઓ અને આશાએ ક્યારે નષ્ટ કરશે. તેની પણ ખબર પડતી નથી. જે માલુમ પડતી હોય તે પિતાના આત્મધર્મમાં, આત્મસ્વરૂપને સાચવી વ્યવહારના કાર્યો કરતા ઘણું સાવધાની રાખે સાવધાન બનવા માટે તે, સુદેવ, સુગુરૂ અને સુધર્મને સેવવાની આવશ્યકતા રહેવાની. આ સિવાય મુગ્ધ માનવીએ સ્વયમેવ સાવધાન બનતા નથી. ગુરૂદેવ ફરમાવે છે કે, સંસારમાં મરજીવા થઈને રહો' તેથી તમારી ધારણા પૂર્ણ થશે. સત્યજીવનને જીવી શકશે. અન્યથા કાળ ઝડપી લેશે ત્યારે તમારી લાજ કેવી રીતે રહેશે!
એક પારેવાનું ટોળું અનાજ ખાવા માટે ઉડી રહ્યું છે. તેમાં એક વૃદ્ધ અનુભવી કહે છે કે, અરે બચ્ચાઓ, અનાજ ખાતા પહેલાં વિચાર કરીને ખાજે. કેટલાક પાપી પારધિઓ જાળમાં અનાજ નાંખી તમને પકડી મારી નાંખવાની યુક્તિઓ રચે છે. માટે તેવા ખોરાકમાં લંપટ બનતા નહિ. જે લંપટ બનશો તે યમ જેવા તેઓ, તમોને ઝડપી લઈ મારી નાંખશે. પછી તમારી લાજ શરમ તથા હુંશીઆરી ચાલશે નહિ. અને રહેશે પણ નહિ. આ સાંભળી, માન્યું, ન માન્યું કરીને તે ટોળું આગળ જાય છે. તેવામાં એક પારધિએ જાળમાં અનાજ નાંખેલ હોવાથી, તે ટેળું ખાવાની લાલચે તે જાળમાં ફસાઈ પડ્યું. પાંખો અને પગ તેમાં બંધાઈ ગયા. વૃદ્ધ પરે એક ઝાડના ઉપર બેઠેલે છે. ફસાઈ પડેલા પારેવાઓને હવે ખ્યાલ આવ્યો કે, મારી નાંખવા માટે આ જાળમાં અનાજ નાંખેલ છે.
For Private And Personal Use Only